US VISA માટે લાંબુ વેટિંગ, 97000 ભારતીયની ધરપકડ, ઘૂસણખોરીના કેસમાં 5 ગણો વધારો

US VISA News: આંકડ અનુસાર 2019-20 માં 19,883 ભારતીય પકડાયા. 2020-21 માં 30,662 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 2021-22 માં આ સંખ્યા 63,927 હતી. 

US VISA માટે લાંબુ વેટિંગ, 97000 ભારતીયની ધરપકડ, ઘૂસણખોરીના કેસમાં 5 ગણો વધારો

US Illegal Immigration: અમેરિકા (US) માં ગેરકાયદેસર પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા બદલ અમેરિકામાં રેકોર્ડ 96,917 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USBP) વિભાગના તાજેતરના ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. ગેરકાયદેસર રીતે યુએસ બોર્ડર પાર કરતા પકડાયેલા ભારતીયોની સંખ્યામાં પાછલા વર્ષોની સરખામણીમાં 5 ગણો વધારો થયો છે.

ગ્રાઉન્ડ ઝીરો પર ભયાવહ છે તસવીર
ડેટા અનુસાર, 2019-20માં 19,883 ભારતીયો ઝડપાયા હતા. 2020-21માં 30,662 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 2021-22માં આ સંખ્યા 63,927 હતી. ઑક્ટોબર 2022 થી આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 96,917 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 30,010 કેનેડાની સરહદે અને 41,770 મેક્સિકો સાથેની અગ્રિમ બોર્ડર પર પકડાયા હતા. નાણાકીય વર્ષ 2023માં 84,000 ભારતીય પુખ્ત વયના લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોમાં 730 સગીરોનો પણ સમાવેશ થાય છે.

અમેરિકા વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે આ વાત
યુએસ સેનેટર જેમ્સ લેન્કફોર્ડે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે આ લોકો મેક્સિકો પહોંચવા માટે ફ્રાન્સ જેવા દેશોમાંથી લગભગ ચાર વખત ફ્લાઈટમાં મુસાફરી કરે છે અને પછી ગેંગની મદદથી સરહદ સુધી પહોંચવા માટે બસમાં મુસાફરી કરે છે. બસની વ્યવસ્થા ટોળકી દ્વારા જ કરવામાં આવે છે. લેન્કફોર્ડે કહ્યું, 'આ વર્ષે અત્યાર સુધીમાં અમને ભારતમાંથી 45,000 લોકો મળ્યા છે જેમણે અમારી દક્ષિણ સરહદ પાર કરી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં દર વર્ષે 30 ઓક્ટોબર સુધીમાં આ આંકડા જાહેર કરવામાં આવે છે. કારણ કે યુએસ સરકારનું નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી 30 સપ્ટેમ્બર સુધીનું છે.

2022માં આવી જ હતી સ્થિતિ 
ગત વર્ષે, અમેરિકાની ટેક્સાસ બોર્ડર દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરતી વખતે પડી ગયેલા એક ભારતીય વ્યક્તિનું મૃત્યુ, ભારતથી અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન પર હેડલાઇન્સ બની હતી. મેક્સિકોની સરહદ પર ગેરકાયદેસર ઇમિગ્રેશનમાં અચાનક વધારો થયો છે. ગયા વર્ષે, યુએસ સરકારના ડેટા અનુસાર, યુએસ બોર્ડર પેટ્રોલે ઓક્ટોબર અને નવેમ્બરમાં મેક્સિકન સરહદ પાર કરતા 4,297 ભારતીયોને પકડ્યા હતા. ડેટા એનાલિસિસ અનુસાર, 2021 થી 2022 સુધીમાં સરહદ પર અને અન્ય સ્થળોએ યુએસ અધિકારીઓ દ્વારા પકડાયેલા ભારતીયોની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે. જ્યારે ગયા વર્ષના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમેરિકન ટૂરિસ્ટ વિઝા માટે 1000 દિવસનો સમય લાગી રહ્યો છે, જેના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે.

(એજન્સી ઇનપુટ સાથે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news