નકલી સરકારી કચેરી કૌભાંડ મુદ્દે વધુ એક ખુલાસો, માત્ર સરકાર જ નહીં, આ લોકોના મહેનતના પૈસા પણ ખાઈ ગયા!

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નકલી સિંચાઈ વિભાગની કચેરી ઊભી કરી 4 કરોડ 15 લાખનો સરકારને ચુના ચોપડવા મામલે ઝી 24 કલાકનો રોજે રોજ નવા ખુલાસા કરી રહી છે.

નકલી સરકારી કચેરી કૌભાંડ મુદ્દે વધુ એક ખુલાસો, માત્ર સરકાર જ નહીં, આ લોકોના મહેનતના પૈસા પણ ખાઈ ગયા!

ઝી બ્યુરો/છોટાઉદેપુર: નકલી સરકારી કચેરી કૌભાંડ મામલે ઝી 24 કલાકે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. આદિવાસીઓના નામે માત્ર સરકાર પાસેથી જ નહીં પરંતુ આદિવાસીઓના મહેનત મજૂરીના રૂપિયા પણ કૌભાંડ કારીઓએ પડાવી લીધા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે નકલી સિંચાઈ વિભાગની કચેરી ઊભી કરી 4 કરોડ 15 લાખનો સરકારને ચુના ચોપડવા મામલે ઝી 24 કલાકનો રોજે રોજ નવા ખુલાસા કરી રહી છે. જે 93 કામો માટે સરકારની આ ગ્રાન્ટ નો કૌભાંડ કરાયો તે તે કામોની મુલાકાતમાં ચોકાવનારી વિગતો સામે આવી રહી છે. 

છોટાઉદેપુર તાલુકાના નાનીદૂમાલી ગામે મહિલાઓને ઘર આંગણે પીવાની પાણીની સુવિધા માટે પાંચ લાખ રૂપિયા સરકાર પાસેથી ખોટા બીલ બનાવી સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ એ ઉચાપત કરી લીધી. પરંતુ આ કામમાં માત્ર એક હલકી ગુણવત્તાની પીવીસી ટાંકી જ આ નકલી સરકારી કચેરી ના ભેજા બાજોએ ત્યાં લગાવી. જ્યારે ટાંકી મૂકવા માટેનું જે સ્ટ્રક્ચર છે અને બાજુમાં જે હવાડો બનાવ્યો છે તે ત્યાંના ગરીબ આદિવાસીઓને તેમના ખર્ચે બનાવવા આ ઠગોએ પીવાના પાણી મળશે અને તમારો ખર્ચો પરત આપી દઇશું એમ કહી કામ કરવા મજબૂર કર્યા. 

રાનુભાઈ વરસન રાઠવાના ઘર આંગણે આ યોજના પાસ કરાવી રાનુભાઈના જ પરિજનો ને યોજના પાછળ ખર્ચો કરાવડાવ્યો. ઈંટો કપચી સિમેન્ટ સાથે મજૂરી મળી 40 થી 50 હજારનો ખર્ચ કર્યા બાદ પણ આદિવાસીઓને પીવાનું પાણી ના મળ્યું ના તો મળ્યા તેમના મહેનત મજૂરીના રૂપિયાથી કરેલા ખર્ચની રકમ. જ્યારે કૌભાંડિયા ઓ એ સરકાર પાસેથી એક પિવિસી ની ટાંકી મૂકી ફોટા પડાવી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news