ઉનાળામાં મન મૂકીને ચલાવો AC કે કૂલર, ઝીરો આવશે બિલ, આજે જ કરો અરજી

PM Surya Ghar Muft Bijli Yojana: 3kw સોલર વીજળીથી એક ટન એસી ચલાવી શકાય છે. એટલે કે વીજળી વગર સૌર ઉર્જાથી એસી અને કૂલર ચલાવી શકાશે. અત્રે જણાવવાનું કે સોલર વીજળી યોજના એ વિસ્તારો માટે વરદાન સાબિત થઈ શકે છે જ્યાં વીજળીની માથાકૂટ હોય છે.

ઉનાળામાં મન મૂકીને ચલાવો AC કે કૂલર, ઝીરો આવશે બિલ, આજે જ કરો અરજી

પીએમ મોદી સરકાર તરફથી સોલર વીજળી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં મોદી સરકાર તરફથી 3 કિલો વોટની સોલર પેનલ લગાવો તો સબસિડી આપવામાં આવે છે. અત્રે જણાવવાનું કે 3kw સોલર વીજળીથી એક ટન એસી ચલાવી શકાય છે. એટલે કે વીજળી વગર સૌર ઉર્જાથી એસી અને કૂલર ચલાવી શકાશે. અત્રે જણાવવાનું કે સોલર વીજળી યોજના એ વિસ્તારો માટે વરદાન સાબિત થઈ શકે છે જ્યાં વીજળીની માથાકૂટ હોય છે. આ સાથે જ સોલર વીજળી યોજનામાં મંથલી અને વાર્ષિક પ્રમાણે પણ કોઈ બિલની ઝંઝટ નથી. 

કોણ કરાવી શકે રજિસ્ટર
કોઈ પણ ભારતીય નાગરિક યોજના હેઠળ અરજી કરી શકે છે. જો કે તેની પાસે છતવાળું ઘર પણ હોવું જોઈએ. આ સાથે જ ઘરના કોઈ પણ સભ્યના નામ પર વીજળીનું બિલ આવવું જોઈએ. 

કેવી રીતે કરવું અપ્લાય
ઓનલાઈન અરજી કરવા માટે નીચે જણાવેલા સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી છે. 

1. ઓફિશિયલ વેબસાઈટ https://pmsuryaghar.gov.in પર જાઓ. 
2. સ્ટેટ, ઈલેક્ટ્રીસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપનીને સિલેક્ટ કરો. 
3. પછી રજિસ્ટ્રેશન માટે વીજળી બિલ નંબર, મોબાઈલ નંબર, ઈમેઈલની નોંધણી કરો. ત્યારબાદ એકાઉન્ટ લોગઈન કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અપ્રુવલ બાદ Discom ના રજિસ્ટર્ડ વેન્ટરથી સોલર પેનલ લગાવવાની રહેશે. 
4. ઈન્સ્ટોલેશન બાદ પ્લાન્ટ ડિટેલ, નેટ મીટર માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ બેંક ડિટેલ અને કેન્સલ ચેક જમા કરાવવાના રહેશે. પછી 30 દિવસમાં સબસિડી મળી જશે. 

કેટલી મળશે સબસિડી
1 થી 2kW ની સોલર પેનલ  લગાવશો તો તમને 30 હજારથી લઈને 60 હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે. આ રીતે 2થી 3 kW ની સોલર પેનલ લગાવવાથી 60થી 78 હજાર રૂપિયા અને 3kW ની સોલર પેનલ લગાવશો તો 78 હજાર રૂપિયાની સબસિડી આપવી પડશે. ક્રોમા વેબસાઈટના રિપોર્ટનું માનીએ તો 1.5 ટન એસીને ચલાવવા માટે 2.5 કે પછી 3kW વાળી સોલર પેનલની જરૂર પડે છે. આવામાં 250 વોટવાળી લગભગ 10 સોલર પેનલ લગાવવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news