આ ફૂલોની ખેતી ચમકાવશે ખેડૂતોની કિસ્મત, સરકાર સામેથી આપી રહી છે રૂપિયા

Marigold Farming: પરંપરાગત ખેતીથી કંઈક હટકે કરવાનું મનોબળ ધરાવતા ખેડૂતો માટે એક મોટી તક છે. તમારા અંદાજા કરતા તમે દસ ઘણી કમાણી કરી શકો છો. તેના માટે તમને સરકાર પણ સામે ચાલીને ઢગલો રૂપિયા આપી રહી છે. જાણો વિગતવાર...

આ ફૂલોની ખેતી ચમકાવશે ખેડૂતોની કિસ્મત, સરકાર સામેથી આપી રહી છે રૂપિયા

Marigold Farming: ગલગોટાનું ફૂલ એક એવું ફૂલ છેકે, મોટાભાગના પ્રસંગોમાં અને પૂજા-પાઠમાં સાથે જ સાજસજાવટમાં તેનો ઉપયોગ થતો હોય છે. તેને હિન્દીમાં ગેંદા ફૂલ અને અંગ્રેજીમાં મેરીગોલ્ડ પણ કહેવામાં આવે છે. આ ફૂલની ડિમાન્ડ ખુબ જ રહેતી હોય છે. જેને કારણે તેના ભાવ પણ ઉંચા રહેતા હોય છે. સાથે જ આ ફૂલનું વેચાણ કરતા વેપારીઓ પણ ધૂમ કમાણી કરે છે. અને તેની ખેતી કરતા ખેડૂતો પણ તગડી કમાણી કરે છે. તમે પણ આ ફૂલની ખેતી કરીને તગડી કમાણી કરી શકો છો. જીહાં તેના માટે સરકાર સામેથી આપી રહી છે રૂપિયા...

મેરીગોલ્ડ ફૂલની ખેતીને પ્રોત્સાહન-
ખેડૂતો મેરીગોલ્ડ ફૂલોની ખેતી કરીને આત્મનિર્ભર બનશે. બિહાર સરકારના બાગાયત વિભાગે 805 હેક્ટર જમીનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ અંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તેનાથી ખેડૂતોને સારી આવક થશે.

આ ફૂલની ખેતી ખેડૂતોને કરાવશે તગડી કમાણી!
બિહાર સરકારના બાગાયત વિભાગના જણાવ્યા અનુસાર, સમસ્તીપુર સિવાય મુઝફ્ફરપુર, પશ્ચિમ ચંપારણ અને પૂર્વ ચંપારણ જિલ્લાઓને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. વિભાગના અહેવાલ મુજબ, અગાઉ મેરીગોલ્ડ ફૂલની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં થતી હતી. આ સંદર્ભે, વર્ષ 2023-24માં માત્ર 6 હેક્ટરનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા ખેડૂતોને જાગૃત કર્યા પછી આ વધારો થયો છે.

ફૂલના છોડ સબસીડી પર આપવામાં આવશે-
તાજેતરના વર્ષોમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ લેવામાં આવી રહી છે. આ પછી ખેડૂતોને મેરીગોલ્ડ એટલેકે, ગલગોટાના ફૂલના છોડ સબસીડીવાળા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

28 હજારની ગ્રાન્ટ મળશે-
પ્રતિ હેક્ટર યુનિટની કિંમત 40,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના પર ખેડૂતોને 70 ટકા સુધીની સબસિડી આપવામાં આવશે. એટલે કે ખેડૂતોને પ્રતિ હેક્ટર 28,000 રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે. ગ્રાન્ટની રકમમાંથી જ ખેડૂતોને મેરીગોલ્ડના રોપા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નોંધણી ડીબીટી પોર્ટલ પર કરવાની રહેશે-
યોજનાનો લાભ મેળવવા માટે, રસ ધરાવતા ખેડૂતો DBT પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે અને ઓનલાઈન અરજી કરી શકે છે. તેઓને પહેલા આવો-પહેલાના ધોરણે યોજનાનો લાભ આપવામાં આવશે. એક ખેડૂત મહત્તમ 50 દશાંશથી 1 હેક્ટર જમીન પર તેની ખેતી કરવાની યોજના ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news