લોકશાહીની હત્યા! પોલીસવડા અને કલેક્ટરની કોઈ જવાબદારી નહીં, ચૂંટણી પંચ શું ફરી મતદાન કરાવશે?

 7 મેએ મહીસાગરમાં લોકશાહીના મૂલ્યોને તાર તાર કરી નાંખે તેવી ઘટના બની. એક એવી ઘટના બની કે જેના કારણે ગુજરાત પર કાળી ટીલ્લી લાગી ગઈ. ખુલ્લેઆમ લોકશાહીનું ચિરહરણ કરવામાં આવ્યું અને મુકપ્રેક્ષક બનીને ગુજરાતની જાબાંઝ પોલીસ તથા ચૂંટણીનું તંત્ર જોતું રહ્યું. જુઓ ગુજરાતમાં થયેલી લોકશાહીની હત્યાનો આ અહેવાલ....
 

લોકશાહીની હત્યા! પોલીસવડા અને કલેક્ટરની કોઈ જવાબદારી નહીં, ચૂંટણી પંચ શું ફરી મતદાન કરાવશે?

અમદાવાદઃ લોકશાહીનો હત્યારો વિજય ભાભરો તો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. પરંતુ તે કાયદાની આંટીઘૂંટી અને પૈસાદાર બાપ તેને સારા વકીલો રાખી છોડાવી દેશે. પરંતુ મહામૂલા એ મતદારોનું શું?, કે જેઓ પોતાનો મત પોતાની મનગમતી પાર્ટીને આપી શક્યા નથી. ત્યારે આ બુથ પર ફરી મતદાનની માંગ ઉઠી છે જુઓ મહીસાગરમાં ફરી મતદાનની માગનો આ અહેવાલ....

ભાજપના નેતા વિજય ભાભોરે કરેલા બુથ કેપ્ચરિંગથી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. કોંગ્રેસથી લઈ સામાન્ય લોકો પણ આ બુથમાં ફરી મતદાન થાય તેની માગ કરી રહ્યા છે. ગુજરાતના અનેક લોકો સોશિયલ મીડિયામાં પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તો કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તો બુથ કેપ્ચરિંગની આ જે ઘટના બની તે દાહોદ લોકસભા વિસ્તારમાં આવે છે. દાહોદથી ભાજપના જશવંત ભાભોર અને કોંગ્રેસના પ્રભા તાવિયાડ ચૂંટણી લડી રહ્યા છે. આ ઘટના પછી  કોંગ્રેસના ઉમેદવારે ફરી મતદાનની માગ કરી છે. 

મહીસાગર જિલ્લામાં આતંકનું બીજુ નામ બની ગયેલા વિજય ભાભોર નામના આ લુખ્ખાને પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ તે કેટલા દિવસ જેલમાં રહેશે?...તેનો રાજકીય વગવાળો બાપ સારા વકીલ રાખીને પોતાના કપૂત પુત્રને છોડાવી દેશે પરંતુ અહીં સવાલ ગામના એ ભોળા અને ડરેલા મતદારોનો છે. એમનો તો ન્યાય ન જ મળ્યોને?. લોકશાહીના આ દેશમાં તેઓ પોતાની ગમતી પાર્ટીને મત આપી શક્યા નથી કારણ કે આ લુખ્ખાએ આખુ બુથ હાઈઝેક કર્યું હતું. દરેક મતદારનો મત તે પોતે જ આપતો હતો. તેથી આ બુથમાં ફરી મતદાન થાય તે અત્યંત જરૂરી છે. 

તો લોકશાહીની ગુજરાતમાં થયેલી આ હત્યાથી કોંગ્રેસ લાલચોળ થઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. આ ઘટના પર ભાજપે કેમ મૌન ધારણ કરી દીધું છે તેને લઈ સવાલો ઉઠાવ્યા છે.

રાજ્યના ચૂંટણી પંચે આ સમગ્ર ઘટના પર રિપોર્ટ મંગાવ્યો છે. પરંતુ સવાલ એ પણ છે કે આવળી મોટી ઘટના પછી જિલ્લા પોલીસ કે જિલ્લા કલેક્ટરને એક પણ નોટિસ આપવામાં આવી નથી. જેના માથે સમગ્ર ચૂંટણીની જવાબદારી હોય તે કલેક્ટર કે પછી સુરક્ષાની જવાબદારી હોય તે જિલ્લા પોલીસ વડાને કેમ કોઈ નોટિસ નથી અપાઈ?. શું આ અધિકારીઓનો કોઈ જવાબદારી નથી?. હવે જોવાનું રહેશે કે મતદારોને ન્યાય મળે તે માટે ચૂંટણી પંચ ક્યારે ફરી મતદાન કરાવે છે?.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news