Vote News

પગથી મતદાન : બંને હાથ વગરના યુવકે પગથી બટન દબાવીને વોટ આપ્યો
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. ત્યારે અનેક બૂથના મતદારો પ્રોત્સાહક બન્યા છે. આ મતદારો લોકોને મત આપવા અપીલ કરી રહ્યાં છે. આવામાં નડિયાદના દિવ્યાંગ યુવકે પગથી મતદાન કરીને અનોખું મતદાન પૂરુ પાડ્યું છે. બન્યું એમ હતું કે, નડિયાદમાં રહેતા અંકિત સોનીને 25 વર્ષ પહેલા કરંટ લાગ્ય હતો, જેથી તેમના બંને હાથ કાપવા પડ્યા હતા. ત્યારે અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે. તેથી તેઓ આજે વિધાનસભાની ચૂંટણીમાં પગથી મતદાન કરવા પહોંચ્યા હતા. હાથ વગર મતદાન કરતા અંકિતક સોની હાજર કર્મચારીઓમાં પણ આશ્ચર્યનું કેન્દ્ર બન્યા હતા.   
Dec 5,2022, 15:58 PM IST
વડોદરામાં 200 થી વધુ કિન્નરોએ મતદાન કર્યું, અંજુમાસીએ કહ્યું-હકથી અને વટથી વોટ કરો
Dec 5,2022, 12:02 PM IST
મતદાન સમયે પીએમ મોદીનો ‘વટ’ પડ્યો, બાદમાં ભાઈના ઘરે જઈને આર્શીવાદ લીધા
Dec 5,2022, 10:24 AM IST

Trending news