જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો

Gujarat monsoon forecast: ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે.

જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો

Weather Forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે. સૌથી વધુ 44.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. ત્યારે હાલ કયા રાજ્યોમાં છે ભીષણ ગરમીનો કહેર? જોઈશું આ રિપોર્ટમાં....

જે રીતે આકાશમાંથી કાળઝાળ ગરમી વરસી રહી છે. જેના કારણે મે મહિનામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દેશના 50 જેટલાં શહેરોમાં 45 ડિગ્રી કે તેનાથી વધારે તાપમાન નોંધાયું છે. જેના કારણે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છેકે આ શહેરોમાં જૂન સુધીમાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 

આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે? કેમ કે ભીષણ ગરમીએ ભારતના અનેક રાજ્યોના લોકોની સ્થિતિ કપરી કરી નાંખી છે. ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. વાત રાજધાની દિલ્લીની કરીએ તો અહીંયા તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. દિલ્લીનું નજફગઢ દેશના સૌથી ગરમ શહેરોમાં અવલ્લ બની ગયું છે. ગરમીનો પારો હાઈ જતાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ આ વર્ષે ગરમીએ હાહાકાર મચાવ્યો છે. કયા રાજ્યમાં ગરમીનો પારો ક્યાં પહોંચ્યો તેના પર નજર કરીએ તો...

દિલ્લીના નજફગઢમાં શુક્રવારે તાપમાન 47.4 ડિગ્રી સુધી પહોંચી ગયું.
આગ્રામાં 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું.
બિકાનેરમાં ગરમીનો પારો 46.9 ડિગ્રી સુધી પહોંચ્યો.
બાગપતમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું.
કુરુક્ષેત્રમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ.
ફલૌદીમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું.
અલવરમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો.
ગ્વાલિયરમાં 44.9 ડિગ્રી ગરમી નોંધાઈ.
પટિયાલામાં ગરમીનો પારો 44.7 ડિગ્રી નોંધાયો.

દેશના સૌથી જાણીતા સ્થળ એવા તાજમહેલની પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. નદીના કિનારે આવેલું સ્થળ હોવાથી અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ આગ ઓકતી ગરમીના કારણે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મે મહિનામાં જ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. તો વિચાર કરો જૂન મહિનામાં શું હાલત થશે?. આવું કહીને અમે તમને ડરાવી રહ્યા નથી. પરંતુ વર્લ્ડ વેધર એટ્રીબ્યુશન ગ્રુપ અને જળવાયુ વૈજ્ઞાનિકોએ બનાવેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

ભારત, બાંગ્લાદેશ અને થાઈલેન્ડમાં ગરમીનો પારો 55 ડિગ્રી સુધી પહોંચશે. આ રિપોર્ટમાં 41 ડિગ્રી તાપમાનને ખતરનાક જણાવવામાં આવ્યું છે. જ્યારે 55 ડિગ્રી તાપમાનને અતિ ખતરનાક દર્શાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં દિલ્લીમાં 7 ડિગ્રી તાપમાન વધવાની આશંકા દર્શાવાઈ છે.

ભારતમાં દર વર્ષે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરંતુ  આ પૃથ્વીનું સૌથી વધુ તાપમાન નથી. પૃથ્વી પર 10 જુલાઈ 1913નો દિવસ સૌથી વધુ ગરમ દિવસ હતો. ત્યારે કેલિફોર્નિયાના ગ્રીનલેન્ડ રેંચમાં સૌથી વધુ ગરમી પડી હતી અને તાપમાનનો પારો 56.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. 

હાલમાં જે પ્રમાણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તે જોતાં આ વાતથી ઈનકાર કરી શકાય નહીં કે ભારતના અનેક શહેરોમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો દેશમાં લોકોની હાલત અતિ દયનીય બની જશે. જે અંગે સરકારે અત્યારથી જ કંઈક વિચારવાની જરૂર છે.

જાણો શું કહી રહ્યા છે દુનિયાના હવામાન વૈજ્ઞાનિકો
1.5 ડિગ્રી સેલ્સિયસ - વૈજ્ઞાનિકોનું માનવું છે કે સમગ્ર વિશ્વમાં હીટવેવ્સ અને તોફાનોની તીવ્રતા અને સંખ્યામાં વધારો થશે. કોરલ રીફ ખતમ થઈ જશે. ગ્લેશિયર્સ અને આવા ઠંડા સ્થાનો જ્યાં આખું વર્ષ બરફ જામી જાય છે તે પીગળવાનું શરૂ કરશે.

2 ડિગ્રી સેલ્સિયસ - દુનિયામાં હીટ વેવવાળા વિસ્તારોમાં ઝડપથી વધારો થશે. જે વિસ્તારોમાં ગરમીના મોજા પહેલાથી જ આવી રહ્યા છે, તે 200 ગણા સુધી વધશે. પૂરને કારણે થયેલું નુકસાન બમણું થશે.

2.7 ડિગ્રી સેલ્સિયસ - વિશ્વના 200 કરોડ લોકોએ તેમના ઘર છોડવા પડશે. ઘણા વિસ્તારો નિર્જન બની જશે. કેટલાક વિસ્તારોમાં વસ્તી બોજ બની જશે.

3 ડિગ્રી સેલ્સિયસ - ચીનનું શાંઘાઈ, બ્રાઝિલનું રિયો ડી જાનેરો, અમેરિકાનું મિયામી અને નેધરલેન્ડનું હેગ જેવા અનેક મોટા શહેરો દરિયામાં ડૂબી જશે. લોકોને નવી જગ્યાએ સ્થાયી થવું પડશે.

3 ડિગ્રી સેલ્સિયસથી વધુ - શરણાર્થીઓ વિશ્વમાં સમસ્યા બની જશે. ખોરાક અને પાણીની અછત રહેશે. ભાવ આસમાને પહોંચવા લાગશે. માર્ચ 2024માં સૌથી વધુ કાર્બન ઉત્સર્જનનો રેકોર્ડ આ વર્ષે માર્ચમાં પૃથ્વી પર સૌથી વધુ કાર્બન ઉત્સર્જનનો રેકોર્ડ બન્યો હતો. પૃથ્વી પર એક મહિનામાં 4.7 પીપીએમ કાર્બન ઉત્સર્જન થયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news