New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી

Reliance: ઉર્જાથી માંડીને ફેશન સુધી, ઇન્ટરનેટથી માંડીને લોટ-દાળ સુધી... રિલાયન્સનું 1985000 કરોડ રૂપિયાનો બિઝનેસ દિવસે ને દિવસે ફેલાતો જાય છે હવે મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસને લઇને મોટો પ્લાન બનાવી રહી છે.

New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી

Reliance New Plan: ઉર્જાથી માંડીને ફેશન સુધી, ઇન્ટરનેટથી માંડીને લોટ-દાળ સુધી... રિલાયન્સનું 1985000 કરોડ રૂપિયાનો બિઝનેસ દિવસે ને દિવસે ફેલાતો જાય છે હવે મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં તહેલકો મચાવવાની તૈયારીમાં છે. રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસને લઇને મોટો પ્લાન બનાવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ સેક્ટરમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. 

નવા ક્ષેત્રમાં તહેલકો મચાવવાની તૈયારી
ગયા વર્ષે જ રિલાયન્સ કન્ઝ્યુમરે મેડ ફોર ઈન્ડિયા કન્ઝ્યુમર ગુડ્સ બ્રાન્ડ 'ઈન્ડીપેન્ડન્સ' લોન્ચ કરી હતી. આ બ્રાન્ડ હેઠળ રિલાયન્સે બજારમાં લોટ, ચોખા, દાળ જેવા સસ્તા ખાદ્ય ઉત્પાદનો લોન્ચ કર્યા. હવે કંપની સસ્તા એસી, ફ્રીજ, ટીવી જેવા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ સેગમેન્ટમાં વિદેશી કંપનીઓના વર્ચસ્વને ખતમ કરવાની યોજના ધરાવે છે. AC, ફ્રિજ, ટીવી જેવા સેગમેન્ટમાં, LG, Samsung, Whirlpool, Haier, Daikin જેવી બ્રાન્ડ્સે બજાર કબજે કર્યું છે. મુકેશ અંબાણી આ દબદબાને ખતમ કરવા માંગે છે. 

શું છે મુકેશ અંબાણીની તૈયારી?
રિલાયન્સ Wyzr બ્રાન્ડ હેઠળ મેડ-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત તેઓ એસી, ટીવી, ફ્રીજ, એલઈડી બલ્બ, વોશિંગ મશીન જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે. ભારતમાં હોમ એપ્લાયન્સિસ અને નાના ઉપકરણોનું માર્કેટ 1.1 લાખ કરોડ રૂપિયાનું છે, જેમાં વિદેશી કંપનીઓ LG, Samsung, Whirlpool, Haier વગેરેનો 60% હિસ્સો છે. જ્યારે AC માર્કેટમાં ટાટાની વોલ્ટાસનો દબદબો છે. 

રિલાયન્સનું એસી કૂલર
તાજેતરમાં જ રિલાયન્સ રિટેલે  Wyzr બ્રાંડથી એર કૂલર લોન્ચ કર્યું. હવે કંપની હોમ એપ્લાયન્સ સેક્ટરમાં દબદબો વધારવા માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ ડિક્સન ટેક્નોલોજી અને મિર્ક ઇલેક્ટ્રોનિક્સ સાથે વાતચીત કરી રહી છે. કંપની આ પ્રોડક્ટને ઇન-હાઉસ ડિઝાઇન અને ડેવલોપ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. તમને જણાવી દઇએ કે ઇલેક્ટ્રિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેનો વ્યાપ વધારવા માટે, રિલાયન્સે વર્ષ 2022માં અમેરિકન કંપની સનમિનાના ભારતીય યુનિટમાં 50.1% હિસ્સો રૂ. 1670 કરોડમાં ખરીદ્યો હતો. આ કંપનીનો ભારતમાં ચેન્નાઈમાં 100 એકરનો પ્લાન્ટ છે. એવું માનવામાં આવે છે કે અહીં રિલાયન્સની Wyzr પ્રોડક્ટ્સનું ઉત્પાદન થઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સસ્તી પ્રોડક્ટ્સ પર રિલાયન્સનો ભાર
રિલાયન્સ પાસે વિશાળ રિટેલ નેટવર્ક છે. એવું માનવામાં આવે છે કે કંપની ડિજિટલ સ્ટોર્સ તેમજ સ્વતંત્ર ડીલર્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને ઈ-કોમર્સ સાઇટ્સ જેવી પ્રાદેશિક રિટેલ ચેન દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. રિલાયન્સ પાસે Jio Mart, Reliance Store જેવા ઘણા વિકલ્પો છે. એવું માનવામાં આવે છે કે રિલાયન્સ Wyzr ની પ્રોડક્ટ્સ LG, Samsung અને Whirlpool જેવી બ્રાન્ડ્સ કરતાં ઘણી સસ્તી હશે. 

તમને જણાવી દઈએ કે રિલાયન્સ સસ્તા અને સસ્તું ભાવે તેના ઉત્પાદનો લોન્ચ કરીને તે ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવામાં નિષ્ણાત છે. પછી તે Jioનું લોન્ચિંગ હોય કે Jio સિનેમા. સસ્તી અને ફ્રી ઑફર્સના આધારે તેઓએ ટેલિકોમ અને ઈન્ટરનેટ માર્કેટ પર કબજો જમાવ્યો. હવે વારો છે હોમ એપ્લાયન્સ અને હોમ ઈલેક્ટ્રોનિક માર્કેટનો. આ સમાચાર આવતાની સાથે જ મોટી કંપનીઓના પગ ધ્રુજવા લાગ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news