KKR vs PBKS:  પંજાબે ચેજ કર્યો સૌથી મોટો સ્કોર: બેયરસ્ટો-શશાંકે મચાવી તબાહી, પંજાબે કલકત્તાને 8 વિકેટે હરાવ્યું

Kolkata Knight Riders vs Punjab Kings: આઇપીએલ 2024 ના 42 મા મુકાબલામાં કલકત્તા નાઇટરાઇડર્સને 8 વિકેટૅથી હરાવી દીધું. બંને ટીમો વચ્ચે આ મુકાબલો કલકત્તાના ઇડન ગાર્ડન્સમં રમાયો હતો. 
 

KKR vs PBKS:  પંજાબે ચેજ કર્યો સૌથી મોટો સ્કોર: બેયરસ્ટો-શશાંકે મચાવી તબાહી, પંજાબે કલકત્તાને 8 વિકેટે હરાવ્યું

IPL 2024 KKR vs PBKS : IPL 2024ની 42મી મેચમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. તેણે ઇતિહાસ રચ્યો અને T20 ક્રિકેટમાં સૌથી સફળ રન ચેઝ કર્યા હતા. પંજાબના કેપ્ટન સેમ કુરનએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 261 રન બનાવ્યા હતા. 

જવાબમાં પંજાબની ટીમે 18.4 ઓવરમાં 2 વિકેટે 262 રન બનાવીને મેચ જીતી લીધી હતી. તેના માટે ચારેય બેટ્સમેનોએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. જોની બેરસ્ટો 48 બોલમાં 108 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો અને શશાંક સિંહ 28 બોલમાં 68 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. પ્રભસિમરન સિંહે 20 બોલમાં 54 રન બનાવ્યા હતા. રિલે રૂસોએ 16 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી.

પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું છે. સેમ કુરનની ટીમને 262 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ જોની બેયરસ્ટોની સદી અને શશાંક સિંહની તોફાની ઇનિંગ્સના કારણે તેણે 8 બોલ બાકી રહીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જોની બેરસ્ટો 48 બોલમાં 108 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. 

તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. તે જ સમયે શશાંક સિંહે 28 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ બેટ્સમેને પોતાની ઇનિંગમાં 2 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. જોની બેરસ્ટો અને શશાંક સિંહ વચ્ચે 84 રનની ભાગીદારી થઈ હતી.

આ હાર બાદ કોલકાતાના 8 મેચમાં 10 પોઈન્ટ થઈ ગયા છે. તેને ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. કોલકાતાએ અત્યાર સુધી 5 મેચ જીતી છે. બીજી તરફ પંજાબને 9 મેચમાં ત્રીજી જીત મળી છે. તે પોઈન્ટ ટેબલમાં છ પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news