તમે પણ રાત્રે આ ફળનું સેવન કરતા હોવ તો ચેતી જજો, શરીરને ફાયદાની જગ્યાએ થશે નુકસાન

હેલ્થ એક્સપર્ટ પ્રમાણે દરરોજ ફળ ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે, પરંતુ જો આ ફળોનું સેવન તમે રાત્રે કરો તો તમારૂ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. 
 

તમે પણ રાત્રે આ ફળનું સેવન કરતા હોવ તો ચેતી જજો, શરીરને ફાયદાની જગ્યાએ થશે નુકસાન

નવી દિલ્હીઃ ફળ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે, આ વાત બધા જાણે છે. હેલ્થ એક્સપર્ટ પ્રમાણે દરરોજ ફળ ખાવા જોઈએ, જેનાથી શરીરને ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ મળે છે. હકીકતમાં ફળ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે શરીરને ઘણી બીમારીથી બચાવે છે. તો ઘણા લોકો તે જાણતા નથી કે ફળ ખાવાનો સાચો સમય કયો છે? રાતના સમયે ફળ ખાવાથી બચવું જોઈએ. કારણ કે તે તમારા પેટમાં ગેસ, એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા વધારે છે.

રાત્રે આ ફળોનું સેવન ન કરો
સફરજનઃ
દરરોજ એક સફરજન ખાવો અને ડોક્ટર ભગાવો. આ કહેવક તમે સાંભળી હશે પરંતુ સફરજનનું સેવન યોગ્ય રીતે ન કરો તો સમસ્યા થઈ શકે છે. સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે સારૂ છે. પરંતુ રાત્રે તેનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેમાં રહેલા ફાઇબરથી તમને ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

કેળાઃ પોષક તત્વોથી ભરપૂર કેળા તમારા શરીરને તત્કાલ એનર્જી આપે છે. સાથે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે. પરંતુ જો તમે રાત્રે તેનું સેવન કરો તો શરદી-ઉધરસની સમસ્યા થઈ શકે છે. રાત્રે કેળા ખાવાથી પાચનમાં સમસ્યા આવે છે. 

સંતરાઃ વિટામિન-સીથી ભરપૂર સંતરા એક એસિડિટ ફ્રૂટ છે, જેને સવારે ખાલી પેટ અને રાત્રે સૂતા પહેલા ન ખાવા  જોઈએ. આમ કરવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. તે શરીરમાં ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે અને સ્કિન ગ્લો કરે છે. પરંતુ પ્રયાસ કરવો જોઈએ કે આ ફળનું સેવન રાત્રે ન કરો.

જામફળઃ જામફળનો સ્વાદ લગભગ દરેકને પસંદ આવે છે, પરંતુ રાત્રે તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. તેને રાત્રે ખાવાથી પેટ ફુલવાની સમસ્યા થઈ શકે છે. 

શું છે ફળ ખાવાનો સૌથી સારો સમય?
તમને જણાવી દઈએ કે ફળ ખાવાનો સારો સમય નાસ્તા બાદ હોય છે. સવારે નાસ્તો કર્યા બાદ તમે  11થી 1 વચ્ચે કોઈ ફળનું સેવન કરો. તેનાથી તમારા શરીરને ફાયદો થશે. આયુર્વેદ અનુસાર સવારે ખાલી પેટ પપૈયા, સફરજન અને કેળા જેવા ફળ ખાવાથી તમને ફાયદો મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news