ગજબની ટૂર્નામેન્ટ! 55 મેચ બાદ પણ કોઈની પ્લેઓફમાં એન્ટ્રી નહીં, રેસમાં 9 ટીમ, જાણો સમીકરણ

IPL 2024 Playoffs: આઈપીએલ 2024માં અત્યાર સુધી 55 મેચ રમાઈ ચૂકી છે. હવે લીગ સ્ટેજમાં માત્ર 15 મેચ બાકી છે પરંતુ પ્લેઓફમાં એકપણ ટીમ એન્ટ્રી કરી શકી નથી. 

ગજબની ટૂર્નામેન્ટ! 55 મેચ બાદ પણ કોઈની પ્લેઓફમાં એન્ટ્રી નહીં, રેસમાં 9 ટીમ, જાણો સમીકરણ

IPL 2024 Playoffs: આઈપીએલ-2024નો લીગ સ્ટેજ હવે અંતિમ તબક્કામાં છે. તમામ ટીમો ઓછામાં ઓછી 10 મેચ રમી ચૂકી છે અને તેવામાં પ્લેઓફની રેસ ખુબ રસપ્રદ બની રહી છે. સીઝનમાં 55 મેચ રમાઈ ગઈ છે અને લીગ સ્ટેજમાં માત્ર 15 મેચ બાકી રહી ગઈ છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ 16-16 પોઈન્ટની સાથે પહેલા અને બીજા સ્થાન પર છે. તો પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહેલી ગુજરાત ટાઈટન્સના 8 પોઈન્ટ છે. આટલા મુકાબલા છતાં પ્લેઓફને લઈ હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. આવો જાણીએ અત્યારે કઈ ટીમ પાસે પ્લેઓફમાં જવાની તક છે.

આ ટીમો પાસે ક્વોલીફાઈ કરવાની વધુ સંભાવના
KKR અત્યારે 13 પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને બાકી 3 મેચમાં એક જીત કોલકત્તાને પ્લેઓફમાં પહોંચાડી દેશે. જો KKR આગામી ત્રણ મેચમાં હારી જાય તો પણ સારી નેટ રનરેટના આધારે તે પ્લેઓફમાં પહોંચી શકે છે. સંજૂ સેમસનની સેના આગામી 4 મેચમાંથી એક જીત સાથે ટોપ-4માં એન્ટ્રી કરી લેશે. આ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સના 12 પોઈન્ટ છે અને તેની ત્રણ મેચ બાકી છે. ચેન્નઈની ટીમે ઓછામાં ઓછી બે મેચ તો જીતવી પડશે. ચેન્નઈની જેમ હૈદરાબાદના પણ 12 પોઈન્ટ છે. હૈદરાબાદે પ્લેઓફમાં પહોંચવા માટે ત્રણેય મેચ જીતવી પડશે. જો હૈદરાબાદ હારનો સામનો કરે તો અન્ય ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.

જો અને તોમાં ફસાઈ આ ટીમો
લખનૌના અત્યારે 12 પોઈન્ટ છે અને તેની ત્રણ મેચ બાકી છે. લખનૌ સુપર જાયન્ટ્સે પણ અંતિમ ચારમાં પહોંચવા માટે બાકીની ત્રણેય મેચ જીતવી પડશે, કારણ કે તેની નેટ રનરેટ ખરાબ છે. દિલ્હી કેપિટલ્સની 3 મેચ બાકી છે અને જો દિલ્હી ત્રણેય મેચ જીતે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. એક મેચ હારવા પર દિલ્હીનું ગણિત બગડી શકે છે. 

4 ટીમો બહાર થવાની સ્થિતિમાં
4 ટીમો એવી છે, જે આઈપીએલ-2024માં પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આરસીબી, ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના 8-8 પોઈન્ટ છે. મુંબઈની માત્ર બે મેચ બાકી છે અને તે 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જ્યારે પંજાબ, ગુજરાત અને આરસીબીની ત્રણ-ત્રણ મેચ બાકી છે. આ ત્રણેય ટીમો 14-14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. પરંતુ આ ચારેય ટીમો માટે પ્લેઓફનો માર્ગ ખુબ મુશ્કેલ લાગી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news