ઇથોપિયામાં 737 પ્લેન ક્રેશ, વિમાનમાં બેઠેલા તમામ યાત્રીઓનાં મોત

આ ફ્લાઈટમાં 149 મુસાફરો અને સાથે 8 ક્રુ મેમ્બર્સ હતાં ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર દુર્ઘટનામાં  ફ્લાઇટમાં રહેલા તમામ મુસાફરોના મોત નિપજ્યા છે

ઇથોપિયામાં 737 પ્લેન ક્રેશ, વિમાનમાં બેઠેલા તમામ યાત્રીઓનાં મોત

નવી દિલ્હી : ઈથોપિયન એરલાઈન્સનું એક વિમાન ઉડ્યન કર્યાના ગણત્રીના સમયમાં ગૂમ થઈ ગયું. જો કે લાંબો સમય શોધખોળ કર્યા બાદ તે ક્રેશ થઇ ગયું હોવાનાં અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ ફ્લાઈટમાં 149 મુસાફરો અને સાથે 8 ક્રુ મેમ્બર્સ હતાં ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર દુર્ઘટનામાં  ફ્લાઇટમાં રહેલા તમામ મુસાફરોના મોત નિપજ્યા છે. ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઈટ અદિસથી નૈરોબી જવા માટે રવાના થઈ હતી. 

બીજી તરફ રોઇટર્સે એક અધિકારીનો હવાલો ટાંકીને જણાવ્યું કે, અકસ્માતમાં કોઇ પણ મુસાફરની બચવાની શક્યતાઓ નહીવત્ત છે. 149 યાત્રી અને 8 ક્રુમેમ્બર સહિત તમામ 157 લોકોનાં મોત નિપજ્યાં છે. ઇથોપિયા એરલાઇન્સના સ્ટાફને ઘટના સ્થળ પર મોકલવામાં આવશે અને ઇમરજન્સી સેવાઓ ચાલુ કરવા માટે જે કંઇ પણ સંભાવના હશે ,તેવું કરવામાં આવશે. ફ્લાઇટમાં જે બેઠેલા હતા તેમનાં મિત્રો અને પરિવારજનોને માહિતી આપવા માટે ઝડપથી ઈન્ફોર્મેશન સેન્ટર ચાલુ કરવામાં આવશે.

ઈથોપિયાના વડાપ્રધાને આ અકસ્માતની પુષ્ટિ કરી છે. ઈથોપિયન એરલાઈન્સના આ વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 કલાકે અદિસ અબાબાથી ઉડાણ ભરી હતી અને સવારે લગભગ 8.44 કલાકે તેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. રાહત અને બચાવ અભિયાન હાલ ચાલુ છે. ફ્લાઈટ ઈટી 302નો રાજધાની અદિસથી લગભગ 60 કિમી દૂર બિશોફ્ટુ શહીમાં આ અકસ્માત થયો છે. એરલાઈને જણાવ્યું કે જે પ્લેન અકસ્માતગ્રસ્ત થયું છે તે બોઈંગ 737-800 મેક્સ હતું. ઈથોપિયાના પીએમએ ટ્વિટર પર આ દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news