Astrology News

શુક્રના ઘરમાં ભેગા થશે 4 શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાનું ભાગ્ય પલટાતા બનશે કરોડપતિ!
વૈદિક જ્યોતિષ મુજબ મે મહિનો ગ્રહ ગોચરને લઈને ખુબ શુભ અને ફળદાયી છે. કારણ કે આ મહિનામાં અનેક મોટા ગ્રહો એક જ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને કેટલાક ગ્રહો કરવાના છે. મે મહિનાની શરૂઆતમાં 1 મે 2024ના રોજ બુધવારે વૃષભ રાશિમાં ભાગ્યના કારક ગ્રહ બૃહસ્પતિએ પ્રવેશ કર્યો હતો. જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવે પણ 14 મે 2024ના રોજ મંગળવારે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હાલ થોડા દિવસ પહેલા જ મોહની એકાદશી 19મી મેના રોજ રવિવારે દૈત્ય ગુરુ શુક્ર પણ વૃષભ રાશિમાં પ્રવેશ્યો અને જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ 10 દિવસ બાદ 31મી મેના રોજ શુક્રવારે ગ્રહોના રાજકુમાર બુધ પણ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં વૃષભ રાશિમાં ચાર ગ્રહોનો સંયોગ બનશે. જેનાથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે.   
May 20,2024, 14:08 PM IST

Trending news