અમદાવાદમાં આવતીકાલે સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ, શું કરવું અને શું ન કરવુ જાણો

Red Alert In Ahmedabad : ઉત્તર-મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ-યલો એલર્ટ, અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી, દિવસે 4 વાગ્યે તાપમાન 45એ પહોંચશે, રાત્રે 8 વાગ્યે પણ પારો 41 રહેશે, જેમ જેમ દિવસ પસાર થશે એમ એમ શરીર દાઝશે

અમદાવાદમાં આવતીકાલે સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ, શું કરવું અને શું ન કરવુ જાણો

Ahmedabad News : ગુજરાત માટે હવે ગરમી અસહ્ય બની રહી છે. અમદાવાદમાં દિવસે તો છોડો, હવે તો રાતે પણ ઉકળાટ અનુભવાય છે. ત્યારે અમદાવાદ પર મોટું સંકટ છે. આગામી પાંચ દિવસે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. વર્ષ 2024 ની સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે અમદાવાદીઓએ હવે પાંચ દિવસ સાચવીને રહેવાની જરૂર છે. ત્યારે આગામી 5 દિવસ માટે ગરમી મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટમાં શું કરવું અને શું ન કરવુ તે પણ જણાવ્યુ છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન

  • વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
  • લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં.
  • ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
  • નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ.

ગુજરાતમાં હીટવેવની ખતરનાક અસર : અસહ્ય તાપમાં ઢળી પડી રહ્યાં છે લોકો, આ શહેરવાળા ખાસ સાચવજો

અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો નીચે મુજબ છે 

  • ગરમીની અળાઈઓ
  • ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
  • માથાનો દુખાવો, ચક્કર આવવા
  • ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી.
  • સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી.
  • ઉબકા અને ઉલટી થવી.
  • વારંવાર પાણી પીશું ગરમીથી બચીશું

અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ, ગુજરાત ATS નું ઓપરેશન સફળ

બાંધકામ સાઈટ બંધ રાખવા સૂચના 
હવામાન વિભાગ દ્વારા આવનારા પાંચ દિવસો માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે રેડ એલર્ટને પગલે કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામ બંધ રાખવા સૂચના અપાઈ છે. સાથે જ સગર્ભાઓ, બાળકો અને ઉંમરલાયક વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવા તાકીદ સૂચના અપાઈ છે. બિનજરૂરી કોઈપણ વ્યક્તિએ બહાર ન નીકળવા સૂચના અપાઈ. બપોરના સમયે છાંયડામાં રહેવાની સૌને ખાસ તાકીદ છે. AMC ના તમામ 85 યુએચસી પર જરૂરી તમામ તૈયારી રાખવામાં આવશે. પાણી, છાશ સહિતના મહત્તમ પ્રવાહી વસ્તુઓનું સેવન કરવા સૌને તાકીદ કરાઈ છે. કોઈને પણ માથું દુઃખવું, ચક્કર આવવા કે ગભરામણ સહિતના લક્ષણો દેખાય તો તબીબી સારવાર લેવી. સીઝનમાં પ્રથમવાર રેડ એલર્ટ છે. amc ના હેલ્થ, એસ્ટેટ, ગાર્ડન અને ઈજનેર વિભાગ જરૂરી તમામ કામગીરી કરશે. હિટ રિલેટેડ કેસ સતત નોંધાઈ રહ્યા છે, તેથી amc  હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છએ. જે કોઈ ધંધાકીય એકમો હોય તો ત્યાં છાંયો મળે એવી વ્યવસ્થા ખાસ કરવી તેવી પણ સૂચના અપાઈ. 

સાચવજો, અમદાવાદમાં પાણીજન્ય રોગ વકર્યા 
amc ના અનેક પ્રયત્નો બાદ પણ શહેરમાં પાણીજન્ય રોગચાળો ગંભીર રીતે વકર્યો છે. જાન્યુઆરીથી મે માસ સુધી સેંકડો કેસ નોંધાયા છે. ઝાડા-ઊલટી, ટાઇફોઇડ, કમળો અને કોલેરાના સેંકડો કેસ નોંધાયા છે. જાન્યુઆરી થી 18 મે સુધી ઝાડાઉલટીના 4190, કમળો 602, ટાઈફોઈડના 1394 અને કોલેરાના 64 કેસ નોંધાયા છે. મે ના 18 દિવસમા જ નોંધાયા પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. 18 મે સુધીમાં ઝાડા-ઉલટીમાં 1078, કમળો 107, ટાઇફોઇડ 300 અને કોલેરાના 64કેસ નોંધાયા છે. ખાસ કરીને, શહેરના ગોમતીપુર, નિકોલ , ઇન્દ્રપુરી, વટવા, લાંભા, મણિનગર , દાણીલીમડા અને અમરાઈવાડીમાં કોલેરાના કેસ વધી રહ્યાં છે. પાણીજન્ય રોગચાળા માટે દુષિત પાણી અને અખાદ્ય ખોરાક જવાબદાર છે. અનેક વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો મિક્સ થતા દુષિત પાણીની સમસ્યા છે. નાના બાળકો અને મોટી ઉંમરના નાગરિકો વધુ અસરગ્રસ્ત છે. વિવિધ ઠેકાણે લાઈનોમાં ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા છે. જાન્યુઆરીથી 18 એપ્રિલ સુધી શહેરમાં 18914પાણીના સેમ્પલ લેવાયા, જેમાંથી 435 સેમ્પલ અનફિટ આવ્યા છે. ફરિયાદના સ્થળે ક્લોરીન ટેબ્લેટ વિતરણ કરાઈ રહ્યું છે, લીકેજ હોય તો ઈજનેર વિભાગ કામગીરી કરી રહ્યું છે. દુષિત કે મામલે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે તેવું ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news