Photos: નવી Kia EV3 કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV ના ફોટા, જુઓ કેવી છે ડિઝાઇન

Kia EV3 Compact Electric SUV: કિયા કોર્પોરેશન (Kia) એ પોતાની નવી EV3 કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક એસયુવી (Electric SUV) ની પહેલી તસવીર જાહેર કરી છે, જેમાં EV3 ની બહારની ડિઝાઇન બોલ્ડ, જિયોમેટ્રિક અને રોબસ્ટ, આસ્પેક્ટને બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેની સ્પોર્ટી સ્ટાઇલિંગને પણ બતાવવામાં આવી છે. 

Kia EV3 compact Electric SUV

1/5
image

EV3 એ કિયા Kia ની ફ્લેગશિપ EV9 SUV જેવી જ ડિઝાઇન ફિલોસોફી પર તૈયાર કરવામાં આવી છે, જેને "ઓપોઝિટ યુનાઈટેડ" (Opposites United) નામ આપવામાં આવ્યું છે. આ ફિલોસોફી હેઠળ દરેક કિયા કારને એક અલગ ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ તેમ છતાં તે સમાન ડિઝાઇન ફિલોસોફીની ઝલક દેખાય છે. 

Kia EV3 compact Electric SUV

2/5
image

ગાડીના પાછળના ભાગનો બોક્સી લુક્સ (ફેન્ડર્સ અને ટેલગેટ) અને ખાસ સ્ટાર મેપ લાઇટિંગ તેને આકર્ષક બનાવે છે. આ લાઇટિંગ વાહનને એક અલગ ઓળખ આપે છે, જે ડિઝાઇનને દમદાર અને ફ્યૂચરિસ્ટિક બનાવે છે. રિયર ફેન્ડર અને ટેલગેટ પણ એકદમ મજબૂત લાગે છે.

Kia EV3 compact Electric SUV

3/5
image

ઘણા એવોર્ડ જીતી ચૂકેલી Kia EV6 અને EV9 મૉડલ બાદ Kia હવે EV3 લાવી રહી છે. તેને વધુ લોકોને ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવી રહી છે. આ કોમ્પેક્ટ એસયુવીને શાનદાર પરફોર્મન્સ અને નવી ટેકનોલોજીથી સજ્જ હોય શકે છે.

Kia EV3 compact Electric SUV

4/5
image

કિયાનું કહેવું છે કે તેની EV ઓફરિંગને આગળ લઈ જઈને, EV3 ઈલેક્ટ્રિક વાહનો પર સ્વિચ કરવા માંગતા ગ્રાહકો માટે એક સસ્તો વિકલ્પ આપશે. વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવામાં મદદ કરશે.

Kia EV3 compact Electric SUV

5/5
image

આ નવી Kia EV3 આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે. તેનું વેચાણ વર્ષના અંત સુધીમાં શરૂ થશે. SUV 23 મેના રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ થશે.