શીખ રમખાણો અંગેની ટિપ્પણી મુદ્દે પિત્રોડાએ માફી માંગી, કહ્યું હિંદી નબળી

શીખ વિરોધી તોફાનો મુદ્દે કથિત રીતે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે સામ પિત્રોડાએ માફી માંગી છે. સામ પિત્રોડાએ કહ્યું કે મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો, તેને સંદર્ભથી અલગ કરીને જોવામાં આવ્યું કારણ કે મારી હિંદી ભાષા સારી નથી. પિત્રોડાએ કહ્યું કે, હું કહેવા માંગતો હતો કે, જે કાંઇ પણ થયું તે ખરાબ જ થયું, જો કે મારુ મગજ "ખરાબ" શબ્દનો યોગ્ય અનુવાદ કરી શક્યા નથી. પિત્રોડાએ કહ્યું કે, મને દુખ છે કે મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. હું માફી માંગુ છું. ઉલ્લેખનીય છે કે પિત્રોડાને 1984નાં તોફાનો મુદ્દે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેમણે કથિત રીતે કહ્યું કે, 84માં થયું તો થયું. 

શીખ રમખાણો અંગેની ટિપ્પણી મુદ્દે પિત્રોડાએ માફી માંગી, કહ્યું હિંદી નબળી

નવી દિલ્હી : શીખ વિરોધી તોફાનો મુદ્દે કથિત રીતે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે સામ પિત્રોડાએ માફી માંગી છે. સામ પિત્રોડાએ કહ્યું કે મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો, તેને સંદર્ભથી અલગ કરીને જોવામાં આવ્યું કારણ કે મારી હિંદી ભાષા સારી નથી. પિત્રોડાએ કહ્યું કે, હું કહેવા માંગતો હતો કે, જે કાંઇ પણ થયું તે ખરાબ જ થયું, જો કે મારુ મગજ "ખરાબ" શબ્દનો યોગ્ય અનુવાદ કરી શક્યા નથી. પિત્રોડાએ કહ્યું કે, મને દુખ છે કે મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. હું માફી માંગુ છું. ઉલ્લેખનીય છે કે પિત્રોડાને 1984નાં તોફાનો મુદ્દે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેમણે કથિત રીતે કહ્યું કે, 84માં થયું તો થયું. 

— ANI (@ANI) May 10, 2019

ભાજપે સાધ્યું કોંગ્રેસ પર નિશાન
અત્રે ઉલ્લેખનીય છે કે, પિત્રોડાનાં નિવેદન મુદ્દે ભાજપ કોંગ્રેસની વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. હરિયાણામાં શુક્રવારે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીને કહ્યું કે, કોંગ્રેસ જેના મહત્તમ સમય શાસન કર્યું તે અસંવેદનશીલ છે અને તે કાલે કહેવાયેલા ત્રણ શબ્દોથી પ્રકટ થાય છે. આ શબ્દ આમનામ જ નથી કહેવાતા કોંગ્રેસની માનસિકતા અને મંશા છે. 

વડાપ્રધાન મોદીએ પણ કર્યો શાબ્દિક પ્રહાર
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે ત્રણ શબ્દોથી તે લોકોની આક્રમકતાને ખુબ જ સરળતાથી સમજી શકે છે જે કોંગ્રેસ ચલાવી રહ્યું છે થયું તો થયું. વડાપ્રધાને કહ્યું કે, કાલે કોંગ્રેસનાં એક મોટા નેતાએ ઉંચા અવાજમાં 1984 મુદ્દે કહ્યું કે, 84નાં તોફાનો થયા તો સું થયું. શું તમે જાણો છો કે તેઓ કોણ છે, તેઓ ગાંધી પરિવારનાં ખુબ જ નજીકનાં છે. આ નેતા રાજીવ ગાંધીનો નજીકનો મિત્ર હતો અને કોંગ્રેસ નામદાર અધ્યક્ષના ગુરૂ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news