Phalodi Satta Bazar: ફલોદી સટ્ટાબજારનું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?

Falodi Satta Bazar Prediction: હવે ફલોદી સટ્ટા બજારના તાજા અનુમાન શેર કર્યું છે, તેમાં ઘણી ચોંકાવનારી વાતો છે. ગુજરાતમાં રાજપૂતોનો વિરોધ છતાં ભાજપને ક્લીન સ્વીપની હેટ્રિક લગાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલાવતી જોવા મળી રહી છે. આ વર્ષે ફલૌદી સટ્ટા બજારના સમીકરણો બદલાયા છે. 

Phalodi Satta Bazar: ફલોદી સટ્ટાબજારનું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?

Phalodi Satta Bazar News: રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે લોકસભા ચૂંટણી 204 માં અત્યાર સુધીનું સૌથી મોટું અનુમાન લગાવ્યું છે. રાજ્યોમાં ભાજપને મળનાર સીટોની ભવિષ્યવાણી કરી દીધી છે. ફલોદીના સટોડિયા સાચા સાબિત થશે કે ખોટા? તેની ખબર તો 4 જૂને થનાર મતગણરી બાદ પડશે. ભાજપ અને એનડીએ માટે સટ્ટા બજારના અનુમાનો નેગેટિવ જઈ રહ્યાં છે. દેશમાં મોદી સરકાર સામે માહોલ બદલાઈ રહ્યો હોવાના આ રિપોર્ટ છે.  

કોંગ્રેસ 62-64 સીટોનું સેશન ચાલી રહ્યું છે.

જોકે ફલોદી સટ્ટા બજારમાં ભાજપની 297 થી 300 ની જીતનો સોદો થઇ રહ્યો છે. તો બીજી કોંગ્રેસ 62-64 સીટોનું સેશન ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024 માં મતદાનના તબક્કા જેમ જેમ સમાપ્ત થઇ રહ્યું છે, તેમ તેમ ભાજપની સીટો સતત ઘટી રહી છે. 3 તબક્કાની ચૂંટમી પૂરી થઈ છે અને મતદાનમાં સતત ઘટાડો થતો જાય છે. આ તબક્કાની 92 સીટમાંથી ભાજપ પાસે 84 બેઠકો હતી.

ભાજપવાળા પોતે દાવો કરી રહ્યા છે કે અબકી પાર 400 પાર પરંતુ લોકસભા ચૂંટણી આચાર સંહિતા લાગૂ થતાં ફલોદી સટ્ટા બજાર ભાજપ 345 થી વધુ સીટો મળવાનું અનુમાન લગાવ્યું હતું, જે હવે 300 પણ પાર કરી રહ્યું નથી. તો બીજી તરફ પહેલાં કોંગ્રેસને 40-45 સીટો આપી રહ્યા હતા, જે હવે 64 સુધી પહોંચી ગઇ. એવામાં સાત તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થઇ જશે. હવે ધીમે ધીમે ચૂંટણીમાં મહોલ બદલાતો જાય છે. 

રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલશે

હવે ફલોદી સટ્ટા બજારના તાજા અનુમાન શેર કર્યું છે, તેમાં ઘણી ચોંકાવનારી વાતો છે. ગુજરાતમાં રાજપૂતોનો વિરોધ છતાં ભાજપને ક્લીન સ્વીપની હેટ્રિક લગાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલાવતી જોવા મળી રહી છે. 

ફલોદી સટ્ટા બજાર: ભાજપને ક્યાં કેટલી સીટોનું અનુમાન? 
ગુજરાતમાં ભાજપને 26 બેઠકો
મધ્યપ્રદેશમાં ભાજપને 27-28 બેઠકો
રાજસ્થાનમાં ભાજપને 18-20 બેઠકો
દિલ્હીમાં ભાજપને 6-7 બેઠકો
છત્તીસગઢમાં ભાજપને 10-11 બેઠકો
ઉત્તરાખંડમાં ભાજપને 5 બેઠકો
હરિયાણામાં ભાજપને 5-6 બેઠકો
ઉત્તર પ્રદેશમાં ભાજપને 64- 65 બેઠકો 
ઝારખંડમાં ભાજપને 10-11 બેઠકો 
તમિલનાડુમાં ભાજપને 3-4 બેઠકો 
ઓડિશામાં ભાજપને 11-12 બેઠકો 
પંજાબમાં ભાજપને 2-3 બેઠકો 
તેલંગાણામાં ભાજપને 5-6 બેઠકો  
હિમાચલ પ્રદેશમાં ભાજપને 4 બેઠકો 
પશ્ચિમ બંગાળમાં ભાજપને 20-22 બેઠકો

દિલ્હી લોકસભા ચૂંટણી 2024 ને લઇને સટોડિયાઓનું અનુમાન
બીજી તરફ લોકસભા ચૂંટણી 2024 માં દિલ્હીની સાતેય સીટો પર દરેકની નજર છે. ગત ચૂંટણીમાં દિલ્હીની તમામ સીટો પર ભાજપના ઉમેદવારોએ જીત નોંધાવી હતી. આ વખતે દિલ્હીમાં ક્લીન સ્વીપની રાહ મુશ્કેલ છે. ચૂંટણીમાં પોતાના સચોટ અનુમાનોને લઇને ચર્ચામાં રહેનાર રાજસ્થાનન ફલોદી સટ્ટા બજારે પણ દિલ્હી લોકસભા ચૂંટણી 2024 ને લઇને પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ફલોદી સટ્ટોડિયાનું માનીએ દિલ્હીમાં ફક્ત 7માંથી છ સીટો જીતી શકશે. 

તમિલનાડુમાં ચાલી ગયું ભાજપનું અન્નામલાઇ કાર્ડ? 
ફલોદી સટ્ટા બજારનું માનવું છે કે તમિલનાડુમાં ભાજપના અન્નામલાઇ કાર્ડ સફળ થતું જોવા મળી રહ્યું છે. તમિલનાડુની હોટ સીટ કોયમ્બતુરથી ભાજપે અન્નામલાઇ પર દાવ લગાવ્યો છે. કર્ણાતક કેડરમાં ભારતીય પોલીસ સેવાના ઓફિસ રહેલા અન્નામલાઇએ વર્ષ 2019 માં આઇપીએસમાંથી રાજીનામું આપીને વર્ષ 2020 માં ભાજપ જોઇન કરી હતી. ફક્ત 37 વર્ષની ઉંમરમાં તમિલનાડુ ભાજપ પ્રદેશાધ્યક્ષ પણ બની ગયા હતા. અન્નામલાઇ (Annamalai) નું પુરૂ નામ અન્નામલાઇ કુપ્પુસ્વામી છે. ફલોદી સટ્ટા બજારનું અનુમાન છે કે અન્નામલાઇ જીત નોંધાવશે. 

ફલોદી માર્કેટના આંકડા ઘણી સાચા સાબિત થયા
ગત વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સટ્ટા માર્કેટનું અનુમાન વાસ્તવિક પરીણામોની નજીક હતું, જેમાં કોંગ્રેસ અને ભાજપને ક્રમશ: 137 અને 55 બેઠકો આપવામાં આવી હતી જ્યારે પરિણામોમાં કોંગ્રેસને 135 અને ભાજપને 66 બેઠકો મળી હતી. તેવી જ રીતે ફલોદી સટ્ટા બજારે પણ 2022માં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતની સચોટ આગાહી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news