ભાજપી ધારાસભ્યના પતિ દ્વારા વાસણમાં મતદાન બંધ કરાવાયું, શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સવાર 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 30.27 ટકા મતદાન સાથે બનાસકાંઠામા સૌથી વધુ મતદાન નોંધાયું છે. તો 19.83 ટકા મતદાન સાથે પોરબંદરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ત્યારે આ વચ્ચે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાયાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરાયો છે.  

ભાજપી ધારાસભ્યના પતિ દ્વારા વાસણમાં મતદાન બંધ કરાવાયું, શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

Shaktisinh Gohil Allegation : ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સવાર 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, 30.27 ટકા મતદાન સાથે બનાસકાંઠામા સૌથી વધુ મતદાન નોંધાયું છે. તો 19.83 ટકા મતદાન સાથે પોરબંદરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ત્યારે આ વચ્ચે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાયાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરાયો છે.  

ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાયાનો આક્ષેપ
વાસણ ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતું તેના કારણે ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવાનો શક્તિસિંહ ગોહિલ દ્વારા આક્ષેપ કરાયો છે. આ અંગે તેમણે કહ્યું કે, વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિ વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું છે. ચૂંટણી પંચ ને કહીશ કે આ સંદર્ભે કાર્યવાહી કરે. 

અમિત શાહે ખેસ કેમ પહેર્યો?
આ સાથે જ શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રી અમિત શાહે કેસરી ખેસ પહેરીને મતદાન કર્યા અંગે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા. કેસરી કેસ કરીને અમિતભાઈએ વોટિંગ કર્યું છે એવી જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટીંગ કરીશ. હવે જોવાનું છે કે એમના માટેના નિયમો અને અમારા માટેના નિયમો અલગ અલગ છે કે કેમ. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 7, 2024

 

બુથ પર ભાજપની સિમ્બોલવાળી પેન ક્યાંથી આવી?
પોલીસ એજન્ટ દ્વારા ભાજપના સિમ્બોલ વાળી પેનના‌ ઉપયોગ સામે શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પંચ સમક્ષ વિરોધ દર્શાવ્યો છે. તમામ બુથો ઉપર ભાજપના એજન્ડો દ્વારા આ પ્રકારે કરપ પ્રેક્ટિસ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો. આ સાથે જ શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપની માન્યતા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ મતદાન/બૂથ પ્રતિનિધિઓ બૂથની અંદર કમળના પ્રતિક અને ભાજપના નેતાના ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય? તમારે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. પેન લઈને બેઠેલા કોલિંગ એજન્ટો સામે પોલીસ કેસ કરવાની શક્તિસિંહ ગોહિલ દ્વારા માંગણી કરાઈ.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 7, 2024

 

મણિનગરમાં બુથ પર ગેરરીતિ
કોંગ્રેસે ચુંટણી પંચને અમદાવાદના એક બુથ પર ગેરરીતિ થયા અંગે પત્ર લખી ફરિયાદ કરી છે. પત્રમાં મણિનગરના બુથ નંબર 231 અને 232 ગેરરીરિત અંગે ફરિયાદ કરાઈ છે. ભાજપના કોર્પોરેટર મતદાતાઓને ધાકધમકી આપતા હોવાનો આરોપ કરાયો છે. ભાજપના ઉમેદવાર માટે મતદાન કરાવવા માટે ધમકી આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news