કોંગ્રેસ પિત્રોડાનાં નિવેદન સાથે છેડો ફાડવાની સાથે 2002 તોફાનોનો મુદ્દો ઉખેળ્યો

કોંગ્રેસે સામ પિત્રોડાનાં શીખ તોફાનો અંગેના નિવેદન અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ તેમનું અંગત મંતવ્ય હોઇ શકે પાર્ટીને તેની સાથે કોઇ લેવાદેવા નહી

કોંગ્રેસ પિત્રોડાનાં નિવેદન સાથે છેડો ફાડવાની સાથે 2002 તોફાનોનો મુદ્દો ઉખેળ્યો

નવી દિલ્હી : કોંગ્રેસનાં નેતા સામ પિત્રોડાએ શીખ તોફાનો અંગે આપેલા નિવેદનનાં કારણે રાજકીય ઉથલપાથલ ચાલુ થઇ ચુકી છે. દિલ્હી અને પંજાબમાં 12 મેનાં રોજ યોજાનાર ચૂંટણી પહેલા આવેલા આ નિવેદને કોંગ્રેસને મુશ્કેલીમાં મુકી દીધું છે. કોંગ્રેસે સામ પિત્રોડાને આપેલા આ નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. પાર્ટીએ અધિકારીક રીતે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે, આ નિવેદન સામપિત્રોડાનું વ્યક્તિગત છે કોંગ્રેસ પાર્ટીને આ નિવેદન સાથે કોઇ જ લેવા દેવા નથી. જો કે આ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાના ચાલુ કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યા કે શું હવે તેઓ સામ પિત્રોડાની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરશે. 

— ANI (@ANI) May 10, 2019

કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, અમે હંમેશાથી શીખ વિરોધી તોફાન પીડિતોને ન્યાય અપાવવાના સમર્થનમાં રહ્યા છીએ. આ પ્રકારનું કોઇ પણ નિવેદન જો કોઇ વ્યક્તિ વિશેષે આપ્યું છે, તેની સાથે પાર્ટીને કોઇ લેવા દેવા નથી. આ સાથે જ કોંગ્રેસે 2002 ગુજરાત તોફાનોનો મુદ્દો પણ ઉઠાવી દીધો છે.

યુપીમાં કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવા પાછળ છે આ રહસ્ય, જ્યોતિરાદિત્યનો ખુલાસો
કોંગ્રેસે પોતાનાં નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસનું હંમેશા માનવું છે કે 1984નાં શીખ તોફાનોમાં ન્યાય થવો જોઇએ. અમે કોઇ પણ પ્રકારની હિંસાની વિરુદ્ધ છીએ. પછી તે કોઇ વ્યક્તિ વિરુદ્ધ હોય કે કોઇ સમાજ કે કોઇ સમુદાયની વિરુદ્ધ. કોંગ્રેસે સામ પિત્રોડાનાં નિવેદન સાથે છેડો ફાડવાની સાથે સાથે 2002નાં ગુજરાત તોફાનોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ ચૂંટણીને ધ્યાનમાં રાખી આ મુદ્દો ઉઠાવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news