OTT Web Series Film July 2023: આ મહિને રિલીઝ થઈ રહી છે એકથી એક ધમાકેદાર વેબ સિરીઝ અને ફિલ્મો

Julyમાં ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો અને વેબ સિરીઝ માત્ર એક્શનથી ભરેલી નથી, પણ આ સાથે તમને અલગ અલગ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ પણ જોવાનો મોકો મળશે. જાણો કઈ વેબ સિરીઝ અને ફિલ્મો જુલાઈમાં દસ્તક આપવા જઈ રહી છે.

OTT Web Series Film July 2023: આ મહિને રિલીઝ થઈ રહી છે એકથી એક ધમાકેદાર વેબ સિરીઝ અને ફિલ્મો

OTT Web Series Film July 2023: જુલાઈ મહિનામાં OTT પર મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. આ મહિને OTT પર એકથી વધુ વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો અને વેબ સિરીઝ તમે ઘરે બેઠા આરામથી પણ જોઈ શકો છો. આમાં એક્શનથી લઈને જબરદસ્ત ડ્રામા, રોમેન્ટિક ફિલ્મો અને વેબ સિરીઝ પણ જોવા મળશે. 

બવાલ - 27 જુલાઇ, એમેઝોન પ્રાઇમ વિડીયો
વરુણ ધવન અને જાહ્નવી કપૂરની આગામી વેબ સિરીઝ અને ફિલ્મ બવાલ આ મહિને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે. સમાચાર અનુસાર, પહેલા આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ મેકર્સે તેને પછીથી OTT પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો.

બ્લાઈંડ
સોનમ કપૂર લાંબા સમય બાદ ફરી એકવાર ફિલ્મોમાં વાપસી કરી રહી છે. સોનમ કપૂરની ફિલ્મ 'બ્લાઈન્ડ' 7 જુલાઈએ Jio સિનેમા પર રિલીઝ થશે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે.

આઈ બી 71
અભિનેતા વિદ્યુત જામવાલની ફિલ્મ 'IB 71' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હવે થિયેટરો પછી ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે. તમે તેને Disney Plus Hotstar પર જોઈ શકો છો.

ટ્રાયલ - 14 જુલાઈ, ડિઝની હોટસ્ટાર પ્લસ
જો તમે કોઈ અલગ વેબ સીરિઝ જોવા ઈચ્છો છો, તો 'ધ ટ્રાયલઃ પ્યાર કાનૂન ધોકા' તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આમાં કાજોલ વકીલની ભૂમિકામાં જોવા મળશે. આ વેબ સિરીઝના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ વેબ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 14 જુલાઈએ રિલીઝ થશે.

મેડ ઇન હેવન 2
જો તમે 'મેડ ઇન હેવન 2' વેબ સિરીઝના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તો બીજો ભાગ જુલાઈમાં રિલીઝ થવા જઈ રહ્યો છે. જો કે હજુ સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તેનો પહેલો ભાગ વર્ષ 2019માં આવ્યો હતો.

નીયત - 7 જુલાઈ, થિયેટર
જો તમને ડિટેક્ટીવવાળી ફિલ્મો જોવી ગમે છે, તો 'નીયત' તમારા માટે બેસ્ટ ફિલ્મ બની શકે છે. આ ફિલ્મ 7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેમા વિદ્યા બાલન ઉપરાંત રામ કપૂર, નીરજ કબી, શહાના ગોસ્વામી, અમૃતા પુરી અને નિક્કી વાલિયા જેવા સ્ટાર્સ લીડ રોલમાં છે.

આ પણ વાંચો:
મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Dhan Labh: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ ઘરમાં વધશે રૂપિયા
Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news