Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન

Adani Enterprises and EdgeConnex: અદાણી એન્ટરપ્રાઇઝ અને એજકોનેક્સ (Adani Enterprises and EdgeConnex) નું જોઇન્ટ વેંચર કોનેક્સે લગભગ 1.44 અરબ ડોલર એકઠા કર્યા છે. ડેટા સેન્ટર કંપનીએ જણાવ્યું કે પર્યાવરણને લઇને દેશમાં સૌથી મોટું રોકાણ. ગૌતમ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (Adani Enterprises Limited) આગામી ત્રણ વર્ષમાં પોતાના નવા ડેટા સેન્ટર બિઝનેસ પર લગભગ 1.5 અરબ ડોલરનું રોકાણ કરી રહી છે. 

Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન

Gautam Adani Vs Mukesh Ambani: એશિયાના બે દિગ્ગજ બિઝનેસમેન હવે ડેટા સેન્ટર બિઝનેસમાં પણ એકબીજાની સામે બે-બે હાથ કરતાં જોવા મળશે. જી હાં અમે વાત કરી રહ્યા છે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની. મુકેશ અંબાણી થોડા મહિના પહેલાં ડેટા સેન્ટર બિઝનેસ શરૂ કરી ચૂક્યા છે. તેમણે બે અમેરિકી કંપનીઓ સાથે જોઇન્ટ વેન્ચર કરી ચેન્નઇમાં તેમના કેમ્પસની શરૂઆત કરી દીધી છે. હવે મુકેશ અંબાણીની પીચ પર ગૌતમ અદાણી બેટિંગ કરવા માટે ઉતરી ગયા છે. 

તેને લઇને તેમણે એજકોનેક્સ (EdgeConnex) નામની કંપની સાથે જોઇન્ટ વેન્ચર કર્યું છે. ખાસ વાત એ છે કે અદાણીએ પોતાના બિઝનેસને આગળ વધારવા માટે ત્રણ વર્ષનો ફૂલ પ્રૂફ પ્લાન બનાવી લીધો છે. સાથે જ અદાણીએ આ બિઝનેસમાં લગભગ 1.44 બિલિયન ડોલર એટલે કે લગભગ 11,520 કરોડ રૂપિયાનો પ્લાન પણ બનાવી લીધો છે. આવો તમને પણ આ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપીએ. 

અદાણીએ બનાવ્યો આ પ્લાન
અદાણી એન્ટરપ્રાઇઝ અને એજકોનેક્સ (Adani Enterprises and EdgeConnex) ની સમાન ભાગીદારીવાળા જોઇન્ટ વેંચર અદાણી કોનેક્સે લગહ્બગ 1.44 અરબ દોલર (લગભગ 11,520 કરોડ રૂપિયા) એકઠા કર્યા છે. ડેટા સેન્ટર બનાવનાર કંપનીએ રવિવારે જણાવ્યું કે આ પર્યાવરણને લઇએ દેશમાં સૌથી મોટું રોકાણ. અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ આગામી ત્રણ વર્ષમાં તેના નવા ડેટા સેન્ટર બિઝનેસમાં લગભગ $1.5 બિલિયનનું રોકાણ કરી રહી છે. એજકોનેક્સ (EdgeConnex) સાથે તેનું જોઇન્ટ વેન્ચર 2030 સુધીમાં 1 ગીગાવોટની કુલ ક્ષમતા સાથે 9 ડેટા સેન્ટર બનાવવાની તૈયારી કરી રહ્યું છે જેથી ડિજિટલ સેવાઓની વધતી માંગ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે શરૂઆતમાં આ બિઝનેસમાં 87.5 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવશે, જેને 1.44 અરબ ડોલર સુધી વધારી શકાય છે. આ ફાઇનાન્સ સાથે અદાણી કોનેક્સ પાસે ઉપલબ્ધ બાંધકામ ધિરાણની રકમ વધીને $1.65 બિલિયન થઈ ગઈ છે. અદાણી કોનેક્સ હાલમાં એક ડેટા સેન્ટર કાર્યરત છે, જે ચેન્નાઈમાં છે. કંપનીએ નોઈડા અને હૈદરાબાદ એકમોમાં લગભગ બે તૃતીયાંશ બાંધકામ પૂર્ણ કર્યું છે. 

મુકેશ અંબાણીનું ચાલુ છે ડેટા સેન્ટર
રિલાયન્સ ઇંડસ્ટ્રીઝનું ડેટા સેન્ટર ચેન્નઇના કેમ્પસમાં શરૂ થઇ ગયા છે. તેના માટે કંપનીએ કેનેડાની બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ અને અમેરિકા સ્થિત ડિજિતલ રિયલ્ટી સાથે પાર્ટનરશિપ કરી છે. ત્રણેય પાર્ટનરશિપ 33-33 ટકા છે. મુકેશ અંબાણી પણ ડેટા સેન્ટરને ખૂબ વધી ગયા છે. દેશના મોટા બિઝનેસમેન ડેટા સેન્ટરને એક ફ્યૂચર બિઝનેસ તરીકે જોઇ રહ્યા છે. મુકેશ અંબાણીએ ગત વર્ષે આ બિઝનેસમાં એન્ટ્રી માટે 378 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જાણકારોનું માનીએ તો મુકેશ અંબાણીનો આ બિઝનેસ ખાસ રસ છે. આગામી વર્ષોમાં મુકેશ અંબાણી દ્વારા વધુ રોકાણ કરી શકે છે. 

અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર
આમ તો અદાણી તરફથી રોકાણ માટે એલાન કર્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરોમાં તેજી જોવા મળી શકે છે. આમ તો શુક્રવારે કંપનીના શેર 1.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ કંપનીનો શેર 3079.90 રૂપિયા પર છે. છેલ્લા એક વર્ષમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં લગભગ 61 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇઝિસનું માર્કેટ કેપ રૂ. 3.50 લાખ કરોડને વટાવી ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news