12 વર્ષ બાદ ગુરૂ બનાવશે કુબેર યોગ, 1 વર્ષ સુધી આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયર પણ ચમકશે

Astrology News: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે. ગ્રહોના ગોચરને કારણે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. જેની અસર દરેક જાતકો પર પડે છે. હવે ગુરૂના ગોચરથી કુબેર યોગનું નિર્માણ થશે. 

12 વર્ષ બાદ ગુરૂ બનાવશે કુબેર યોગ, 1 વર્ષ સુધી આ જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો, કરિયર પણ ચમકશે

Guru Gochar 2024: વૈદિક જ્યોતિષ અનુસાર ગુરૂ બૃહસ્પતિ શનિ દેવ બાદ સૌથી ધીમી ગતિથી ભ્રમણ કરે છે. સાથે તે એક રાશિથી બીજી રાશિમાં લગભગ 13 મહિના બાદ ભ્રમણ કરે છે. તમને જણાવી દઈએ કે ગુરૂ બૃહસ્પતિ 1 મેએ વૃષભ રાશિમાં ગોચર કરશે. જેનાથી કુબેર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તો આ યોગ બનવાથી એક વર્ષ સુધી કેટલાક જાતકોને લાભ મળશે. સાથે તે કરિયરમાં પ્રગતિ કરી શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

મેષ રાશિ
તમારા લોકો માટે કુબેર યોગનું બનવું લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થશે. સાથે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. તો નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળવાનો યોગ બનશે. સાથે ઘર-પરિવારના લોકોનું તમને સમર્થન પ્રાપ્ત થશે. તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારા માટે આવકના સ્ત્રોત વધશે. 

કર્ક રાશિ
કુબેર યોગનું બનવું કર્ક રાશિના જાતકો માટે શુભ ફળયાદી સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી ગોચર કુંડળીના નવમ ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. સાથે તમારા કારોબારમાં નફો થશે અને તમે કેટલીક નવી યોજના પર કામ કરવાનું વિચારી શકો છો. તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે. આ સાથે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. સાથે આ દરમિયાન તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ સમયે પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

સિંહ રાશિ
કુબેર યોગ બનવાથી સિંહ રાશિના જાતકોનો સારો સમય શરૂ થઈ શકે છે. કારણ કે ગુરૂ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારી કામ-કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. સાથે કરિયરમાં સારૂ પ્રદર્શન કરી શકશો અને તમને નવી તકો મળશે. આ સમયે નોકરી કરતા જાતકોનું ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન થઈ શકે છે. આ સમયે વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. સાથે કારોબારનો વિસ્તાર કરી શકો છો. 

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news