ગુજરાત ડ્રગ્સ મુક્ત થશે? સ્વરૂપવાન સ્ટેજ ડાન્સર ડ્રગ્સ અને વિદેશી દારૂ સાથે ઝડપાઈ, તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદ SOG એ એમડી ડ્રગ્સ અને દારૂના જથ્થા સાથે સ્ટેજ ડાન્સર યુવતીની ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી લાવી એ અંગે તપાસ શરુ કરી છે. અમદાવાદ SOGની ગિરફ્તમાં ઉભેલી યુવતીનું નામ જ્યોતિબાલા પ્રજાપતિ છે.

ગુજરાત ડ્રગ્સ મુક્ત થશે? સ્વરૂપવાન સ્ટેજ ડાન્સર ડ્રગ્સ અને વિદેશી દારૂ સાથે ઝડપાઈ, તપાસમાં ઘટસ્ફોટ

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે. ડ્રગ્સની બદીને ડામવા પોલીસ પણ એટલી જ સક્રિય છે. ત્યારે અમદાવાદ SOG એ એમડી ડ્રગ્સ અને દારૂના જથ્થા સાથે સ્ટેજ ડાન્સર યુવતીની ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી લાવી એ અંગે તપાસ શરુ કરી છે. અમદાવાદ SOGની ગિરફ્તમાં ઉભેલી યુવતીનું નામ જ્યોતિબાલા પ્રજાપતિ છે. જેની અમદાવાદ SOG એ 800 ગ્રામ 350 મિલીગ્રામ એમડી ડ્રગ્સ સહીત વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. 

અમદાવાદ SOG ને માહિતી મળી હતી કે અમદાવાદ ના નરોડા વિસ્તાર માં આવેલ શંખેશ્વર ટાઉનશીપ ના મકાન નંબર આઈ 1103 માં ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું છે આ માહિતી ના આધારે રેડ કરતા SOG ને જ્યોતિબાલા પ્રજાપતિના ઘર માંથી 800 ગ્રામ 350 મિલીગ્રામ એમડી ડ્રગ્સ સહીત વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 

વધુ પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે યુવતી આરોપી જ્યોતિબાલા પ્રજાપતિ ખાનગી પ્રોગ્રામમાં સ્ટેજ ડાન્સર તરીકે કામ કરે છે અને મૂળ રાજસ્થાનની રહેવાસી છે ત્યારે આ ડ્રગ્સ વેચવા માટે લાવી હતી કે પોતાના સેવન કરવા માટે લાવી હતી એ વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news