Miracle News

ચમત્કારિક ઘટના! એક પથ્થરે બચાવ્યો આખા પરિવારનો જીવ, નહિ તો 6 લોકો મોતને ભેટ્યા હોત
Miracle Incidence : એક પથ્થર લોકોનો જીવ પણ બચાવી શકે છે. આ વાત એટલા માટે કહીએ છીએ કારણ કે ગોધરાની પરવડી ચોકડી માટે એક પથ્થર પરિવાર માટે રક્ષક સાબિત થયો. પરવડી ચોકડી નજીક પુરપાટ ઝડપે આવતું એક ટેન્કર બેકાબૂ થઈ ગયું. જે ડિવાઈડર કૂદીને ઉંધી દિશામાં રોડની સાઈડમાં ઘુસી ગયું. જોકે તેનાથી થોડાક જ દૂર એક ઝુંપડામાં શ્રમિક પરિવાર ભોજન કરી રહ્યો હતો. જે ટેન્કરની અડફેટે આવીને કદાચ મોતને ભેટી જાત. પરંતુ તેમની અને ટેન્કર વચ્ચે આવી ગયો એક વિશાળ પથ્થર. જેના કારણે ટેન્કર એકદમ રોકાઈ ગયું અને આ શ્રમિક પરિવારનો જીવ બચી ગયો. જોકે આ દરમિયાન ટેન્કર ચાલક અને અંદર બેઠેલા તેના પરિવારજનને સામાન્ય ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ જે શ્રમિક પરિવાર મોતના મુખમાં જતા બચી ગયા તેમણે આ પથ્થરને એક ચમત્કારિક રક્ષક ગણાવ્યો. 
May 13,2024, 11:12 AM IST
ભરશિયાળામાં અહીં રસ રોટલીનું થશે જમણ, 338 વર્ષ પૂર્વે થયેલા પરચાને આજે પણ રખાય છે...
તમને જાણીને નવાઈ લાગશે પણ એક પરંપરા આજે પણ નિભાવાય છે અને ભર શિયાળામાં રસ રોટલીનું જમણ થાય છે. કદાચ આ નવી બાબત નથી પણ 338 વર્ષથી આ પરંપરા નિભાવાય છે. આજે પણ મા બહુચરનો પરચો લોકો આજે પણ માને છે. 338 વર્ષ પૂર્વે ભક્ત કવિ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ ભરશિયાળે રસ-રોટલીનું જમણ ગ્રામજનોને પરચો આપતા પ્રસાદ રૂપે આપ્યો હતો. ગુરુવારે સવારની આરતી બાદ લાડુથી માતાજીનો ગોખ ધરાશે, ત્યારબાદ સવારે 10 વાગ્યે મુખ્ય મંદિર, વરખડીયાળા મંદિરે અને વલ્લભભટ્ટની ગાદીએ અન્નકૂટ ધરાવાશે. જેમાં ૩૫૧ કિલોની વિવિધ પ્રકારની મીઠાઈઓ 1000 કિલોના સૂકા મેવા અને ચવાણું તેમજ 2100 લીટર કેરીના રસ સાથેનો અન્નકુટ ધરાવાશે.
Dec 13,2023, 20:43 PM IST

Trending news