ચમત્કારિક ઘટના! એક પથ્થરે બચાવ્યો આખા પરિવારનો જીવ, નહિ તો 6 લોકો મોતને ભેટ્યા હોત

Miracle Incidence : એક પથ્થર લોકોનો જીવ પણ બચાવી શકે છે. આ વાત એટલા માટે કહીએ છીએ કારણ કે ગોધરાની પરવડી ચોકડી માટે એક પથ્થર પરિવાર માટે રક્ષક સાબિત થયો. પરવડી ચોકડી નજીક પુરપાટ ઝડપે આવતું એક ટેન્કર બેકાબૂ થઈ ગયું. જે ડિવાઈડર કૂદીને ઉંધી દિશામાં રોડની સાઈડમાં ઘુસી ગયું. જોકે તેનાથી થોડાક જ દૂર એક ઝુંપડામાં શ્રમિક પરિવાર ભોજન કરી રહ્યો હતો. જે ટેન્કરની અડફેટે આવીને કદાચ મોતને ભેટી જાત. પરંતુ તેમની અને ટેન્કર વચ્ચે આવી ગયો એક વિશાળ પથ્થર. જેના કારણે ટેન્કર એકદમ રોકાઈ ગયું અને આ શ્રમિક પરિવારનો જીવ બચી ગયો. જોકે આ દરમિયાન ટેન્કર ચાલક અને અંદર બેઠેલા તેના પરિવારજનને સામાન્ય ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ જે શ્રમિક પરિવાર મોતના મુખમાં જતા બચી ગયા તેમણે આ પથ્થરને એક ચમત્કારિક રક્ષક ગણાવ્યો. 

1/7
image

ગોધરા પરવડી ચોકડી પાસે થયેલા એક ટ્રક અકસ્માતમાં ચમત્કારી ઘટના બની હતી. આ ઘટનામાં એક પથ્થરે આખા પરિવારનો જીવ બચાવ્યો હતો.  

2/7
image

રવિવારે રાતના સમયે પરવડી ચોકડીથી એક ટેન્કર યમદૂત બનીને રસ્તા પર ધસી આવ્યું હતું. ડિવાઈડર કૂદીને આવેલુ ટેન્કર રોંગ સાઈડ પર એક મકાન પાસે ધસી ગયું હતું.  

3/7
image

જોકે, મકાનની લગોલગ મોત બની આવી ચડેલા ટેન્કરને એક વિશાળકાય પથ્થરે અટકાવ્યું હતું. જેથી ટેન્કર મકાનમાં ઘૂસતા પહેલા જ અટકી ગયુ હતું.  

4/7
image

ઘટના સમયે નજીકના જ મકાન માં એક પરિવાર ભોજન કરી રહ્યો હતો, જો ટેન્કર મકાનમાં ઘુસી જતું તો 6 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા હોત.  

5/7
image

મકાનમાં 6 લોકોનો પરિવાર ભોજન કરી રહ્યો હતો, પરંતુ તેમનો પથ્થરને કારણે ચમત્કારિક રીતે બચાવ થયો હતો. 

6/7
image

દેવદૂત સમા પથ્થર ને કારણે પરિવારનો જીવ બચ્યો. આમ, પરિવારે તેને ચમત્કારિક રક્ષક ગણાવ્યો.

7/7
image

તો બીજી તરફ, મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરંતુ અકસ્માતમાં ટેન્કરમાં સવાર ચાલક અને તેનો પરિવાર ઈજાગ્રસ્ત થયો હતો. જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.