Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ

Bird Flu Virus: આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે. 

Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ

US News: ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ મંગળવાર (23 એપ્રિલ) ના રોજ તેમને અમેરિકામાં પેશ્ચ્યુરાઇઝ દૂધ (Pasteurised Milk) ના કેટલાક નમૂનામાં બર્ડ ફ્લૂ વાયરના અંશ મળી આવ્યા છે. જોકે એજન્સીએ કહ્યું કે દૂધનો ઉપયોગ સુરક્ષિત છે, પરંતુ તેને આ વાત પર જોર આપ્યું કે તેની પુષ્ટિ માટે હજુ પણ ટેસ્ટના પરિણામની જોઇ રહ્યા છે. 

આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્લૂના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે. આઠ રાજ્યોમાં ફ્લૂની ખબર પડી છે. FDA અમેરિકન કૃષિ વિભાગ અને રોગ નિયંત્રણ અને સારવાર કેન્દ્રોની સાથે પ્રકોપની તપાસ માટે કામ કરી રહ્યા છે. 

કોમર્શિયલ દૂધની સપ્લાય સુરક્ષિત છે: FDA
FDA કહ્યું કે વાયરસના અંશોની ખબર ત્યારે પડી જ્યારે પેશ્ચ્યુરાઇઝ દૂધના નમૂના ટેસ્ટ કરવામાં આવ્યા. ટેસ્ટિંગ માટે જે પ્રકારે ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પીસીઆર ટેસ્ટિંગ કહેવામાં આવે છે જે જેનેટિક મટેરિયલના ટુકડાને શોધે છે. જો રિઝલ્ટ પોઝિટિવ આવે છે, તો તેનો મતલબ એ નથી કે તેને એક જીવિત, સંક્રમણ વાયરસ મળ્યો છે. 

"એજન્સી એક પ્રેસ રિલિઝમાં કહ્યું કે ઉપલબ્ધ માહિતીના આધારે પેશ્ચ્યુરાઇઝેશન (Pasteurisation) વાયરસને નિષ્ક્રિય કરી શકે છે, જો કે, આ પ્રક્રિયા વાયરલ કણોની ઉપસથિતિને દૂર કરવાની આશા નથી. 

એજન્સીએ આગળ કહ્યું કે 'આજ સુધી અમે એવું કંઇ જોયું નથી જે અમારા મૂલ્યાંકનને બદલી નાખે કે કોમર્શિયલ દૂધનો પુરવઠો સુરક્ષિત છે. ઘણા અભ્યાસોના પરિણામો આગામી થોડા દિવસો અથવા અઠવાડિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે.

વિશેષ રૂપથી આ વાતની તપાસ કરી રહી છે FDA
FDA વિશેષ રોપથી આ તપાસ કરી રહી છે કે શું ગાયના દૂધમાં બર્ડ ફ્લૂ પેશ્ચ્યુરાઇઝેશન (Pasteurisation) દ્રારા નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નિષ્કર્ષ આગામી થોડા દિવસોમાંથી માંડીને અઠવાડિયામાં ઉપલબ્ધ થશે. 

FDA પોતાની ટેસટિંગમાં ઇંડા રસીકરણ ટેસ્ટીંગનો ઉપયોગ કરશે, જેને આ નિર્ધારિત કરવા માટે ગોલ્ડ સ્ટાર્ડડના રૂપમાં જોવામાં આવે છે કોઇન નમૂના સંક્રમણ છે નહી. આ પરીક્ષણમાં તે એક મુરઘીના ઇંડાને થોડી માત્રામાં સંક્રમિત દૂધ સાથે ઇંજેક્ટ કરે છે અને જુએ છે કે શું સક્રિય વાયરસ ફરીથી સક્રિય થવાનું શરૂ કરી દે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news