Vitthal radadiya News

‘જામકંડોરણાનું રાજકીય ખેતર મારા પિતાએ તૈયાર કર્યું છે, અહીં કોઈને ઘૂસવા નહ
Feb 4,2020, 20:33 PM IST
 માત્ર ઉપર છલ્લા સમાચાર નહીં પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY...
મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને આપવામાં આવતા છૂટાછેડાને અપરાધ ઠેરવનારું બિલ રાજ્યસભામાં બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, "આજે ભારત માટે ખુશીનો દિવસ છે." રાજ્યસભામાં બિલની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "એક પ્રાચીન અને મધ્યકાલિન પ્રથાને અંતિ ઈતિહાસની કચરાપેટીમાં નાખી દેવાયો છે. સંસદે ટ્રિપલ તલાક દેશમાંથી નાબૂદ કરી દીધા છે. મુસ્લિમ મહિલાઓ સાથે કરવામાં આવેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ છે. આ જાતિય ન્યાયનો વિજય છે, જે ભવિષ્યમાં સમાજમાં સમાનતા લાવશે. આજે ભારત માટે ખુશીનો દિવસ છે." પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો માતાઓ-બહેનોનો વિજય થયો છે અને તેમને સન્માનથી જીવવાનો અધિકાર મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે હું તમામ સાંસદોનો આભાર માનું છું. ત્રણ તલાક બિલ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે."
Jul 30,2019, 23:20 PM IST
વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા
અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા છે. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમયાત્રા નીકળતા જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પુત્ર જયેશભાઇએ મુખાગ્નિ આપી હતી. ત્યાર બાદ વિઠ્ઠલભાઇનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. આ દરમિયાન જયેશ રાદડિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
Jul 30,2019, 17:40 PM IST
માત્ર ઉપર છલ્લા સમાચાર નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY...
ખેડૂત નેતા અને ભાજપન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7 થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે રખાશે. બપોરે 1 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાના મોતના સમાચાર તેમના પુત્ર અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ લોકોને ટ્વિટરના માધ્યમથી આપ્યા હતા. વિઠ્ઠલ રાદડિયાના મોતથી સમગ્ર સૌરાષ્ટ્ર તથા ખેડૂત સમાજમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. વિઠ્ઠલ રાદડિયાએ સમાજસેવા ક્ષેત્રે સૌરાષ્ટ્ર પંથકમાં અનેક કામ કર્યા હતા. ખાસ કરીને, ખેડૂતોનો હિત, સહકારી ક્ષેત્રોનો વિકાસ તથા શિક્ષણ ક્ષેત્રે તેઓ અગ્રેસર હતા. આથી જ તેઓ સૌરાષ્ટ્રના લોકલાડીલા નેતા કહેવાતા હતા. વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમજ વર્ષ 2014થી 2019 સુધી પોરબંદરના સાંસદ પણ રહી ચૂક્યા છે. પાંચ વાર ધારાસભ્ય રહ્યા હતા. તેમની રાજકીય કારકિર્દી બહુ જ લાંબી અને રસપ્રદ રહી હતી. તેમના નિધનથી સૌરાષ્ટ્રએ મોટા ખેડૂત નેતા ગુમાવ્યા છે. 1987માં જામકંડોરણાના તાલુકા પંચાયત પ્રમુખપદે રહીને તેમણે રાજકીય કારકિર્દી આરંભી હતી. જેના બાદ તેઓ સતત લોકસંપર્કમાં રહી સૌરાષ્ટ્રના કદાવર નેતા બન્યા હતા. વિઠ્ઠલભાઈ માટે કહેવાતુ કે, તેઓ લોકો સાથે જોડાયેલા નેતા છે. પહેલા તેઓ કોંગ્રેસમાં પક્ષમાં હતા, બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રનાં આશરે દોઢ કરોડ લેઉવા પટેલોનાં પ્રતિનિધિ માનવામાં આવતા હતા. 1990થી સતત પાંચવાર તેઓ વિધાનસભામાં ચૂંટાયા હતા. વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા હતા. લેઉઆ પટેલની વોટબેંક, સહકારી પ્રવૃત્તિમાં વર્ચસ્વ, રાજકોટ જિલ્લા બેંકમાં ચેરમેન રહ્યા હતા. તેઓનું સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પર સારૂ વર્ચસ્વ હતું. સહકારિતાની સાથોસાથ શિક્ષણમાં પણ તેમનું યોગદાન હતું. જામકંડોરણામાં વિશાળ શૈક્ષણિક સંકુલ જેમાં અંદાજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, સુરતના ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ ભણે છે.
Jul 29,2019, 22:15 PM IST

Trending news