જેની કુંડળીમાં હોય છે આ 5 પંચ મહાપુરૂષ યોગ, તેનો અલગ હોય ઠાઠમાઠ

આ 5 પંચ મહાપુરુષ યોગ છે જે કુંડળીમાં થવા ભાગ્યશાળીની નિશાની છે જેની કુંડળીમાં હોય છે તે ધનસુખ વૈભવનો અધિકારી બની જાય છે ઉંમરના અલગ અલગ ભાગમાં પરંતુ તેને અખૂટ ધન અવશ્ય મળે છે જાણો કેવી રીતે રચાય છે આ યોગ.

જેની કુંડળીમાં હોય છે આ 5 પંચ મહાપુરૂષ યોગ, તેનો અલગ હોય ઠાઠમાઠ

Malavya Yog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવા ઘણા યોગ આપણા ઋષિમુનિઓએ દર્શાવ્યા છે તે જો કુંડળીમાં થઈ જાય તો બેડો પાર સમજો. યોગ વિશે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે  આ 5 પંચ મહાપુરુષ યોગ છે જે કુંડળીમાં થવા ભાગ્યશાળીની નિશાની છે જેની કુંડળીમાં હોય છે તે ધનસુખ વૈભવનો અધિકારી બની જાય છે ઉંમરના અલગ અલગ ભાગમાં પરંતુ તેને અખૂટ ધન અવશ્ય મળે છે જાણો કેવી રીતે રચાય છે આ યોગ.

(૧) શુક્રથી માલવ્ય યોગ ક્યારે રચાય?
જન્મ કુંડળીમાં જ્યારે કેન્દ્ર સ્થાને એટલે કે  ૧-૪-૭-૧૦ સ્થાને શુક્ર વૃષભ કે તુલાનો એટલે કે સ્વગૃહિ હોય ત્યારે માલવ્ય નામનો પાંચમહા પુરુષ યોગ રચાય છે. 

માલવ્ય યોગુનું ફળ :
આ યોગ રચાય ત્યારે તે જાતકને ૨૫ વર્ષ બાદ શુક્ર નિર્દિષ્ઠ કર્યો વ્યવસાયોમાં જેવા કે કલા સંગીત સાહિત્ય ગાવુ વગાડવું  એક્ટિંગ કે કોઈપણ પ્રકારની આર્ટ  સૌંદર્ય વધારતો કે મોજ શોખ વૈભવ ને લગતી બાબતોનો વ્યવસાય તેવા તમામ ક્ષેત્રોમાં ધન લાભ સફળતા - યશ - માન - પ્રતિષ્ઠા આપે છે. સાથે શારીરિક સ્વાસ્થ્ય અને સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. જીવનમાં અનેક જાતના સુખ સગવડના સાધનોથી સંપન્ન બનાવે સાથે પ્રેમાળ વ્યક્તિત્વ આપે અને કલા ક્ષેત્રે ખૂબ જ યશ હોય તેમને મોટી સફળતા અપાવે છે.

(૨) મંગળથી રચયોગ ક્યારે રચાય?
જન્મકુંડળીમાં જ્યારે કેન્દ્ર ભાવમાં ૧-૪-૭-૧૦ માં સ્થાને મંગળ મેષ - કે વૃશ્ચિક રાશિમાં હોય ત્યારે રૂચક નામનો પંચમહાપુરુષ યોગ રચાય છે. દશમાં સ્થાને વધુ બળવાન કારણ દક્ષિણા દિશાસ્વામિ.

રચક યોગનું ફળ : આ યોગના ફળ અનુસાર ૨૮ વર્ષ બાદ જાતકને મંગળ નિર્દિષ્ઠ ક્ષેત્ર કે અન્ય રીતે જમીન જાયદાદ નોકર ચાકર ધનદોલત સુંદર મકાન સુખ સત્તા કે ખેલ કુદમાં સફળતા મળે છે અને ઘણા સાહસોથી મોટા લાભ થાય છે. કોઈપણ ખેલમાં  મોટા ખેલાડી બની શકાય. સાથે પોલીસ મીલેટરી  ઓફિસર કે ડોક્ટર પણ બની શકાય મોટી હોટલના માલિક પણ બની શકાય આવું અદભુત ફળ આપે છે.

(૩) બુધથી ભદ્રયોગ ક્યારે રચાય?
જન્મકુંડળીમાં જ્યારે કેન્દ્ર સ્થાને ૧-૪-૩-૧૦ માં ભાવમાં મિથુન કે કન્યા રાશિમાં બુધ હોય ત્યારે ભદ્ર નામનો પંચમહાપુરુષ યોગ રચાય છે.  ભદ્રમહાપુરુષ યોગનું ફળ - આયોગ વ્યક્તિને ૩૨ વર્ષે ફળ આપે છે અને જાતકને બુદ્ધિશાળી બનાવે છે અને ગજબની તર્ક શક્તિ આપે છે જેના કારણે બુધ નિર્દિષ્ઠ ક્ષેત્ર કે બાબતો જેવી કે વકીલાત, દલાલી, સાહિત્ય લેખન વગેરે જગ્યાએ બુદ્ધિ શક્તિના જોરે લક્ષ્મી સુખ સત્તા મકાન વાહન અને ઘણી સફળતા અને નામના  આપે છે. ચોથા સ્થાને ખૂબ બળવાં તથા ફળદાયી ગણાય  ઉત્તર દિશા થી શુભ રોજ નવી તક મળે.

(૪) ગુરુથી હંસયોગ ક્યારે રચાય?
 જન્મ કુંડળીમાં જ્યારે કેન્દ્ર ભાવમાં ૧-૪ સ્થાને ધન કે મીન રાશિમાં વન કે મીન રાશિમાં સ્વગૃહિ ગુરુ બીરાજમાન હોય ત્યારે તે હંસ નામનો પંચમહાપુરુષ યોગ રચાય છે. સ્ત્રીની કુંડળીમાં કેવળ સાતમાં સ્થાને કારક થતો હોવાથી ફળ મળે પરંતુ લગ્ન જીવન કે જીવન સાથીની બાબતમાં સમસ્યા રહે 

હંસ  મહાપુરુષ યોગનું ફળ :
આ યોગ ગુરુથી બનતો હોવાથી જાતકને ૧૬ કે ૪૦ વર્ષે પ્રતિભા, આદર્શ વ્યક્તિતત્ત્વ આપી ઉચ્ચ ચારિત્રવાન બનાવે. સાતે ઘણુ જ્ઞાન અને ધાર્મિક્તા આપે સાથે યશ-માન-પ્રતિષ્ઠા, અખૂટ ધન  સુખ-સંપત્તિ થી અધિકાર સંપન્ન બનાવે.

(૫) શનિથી બનતો શશક મહાપુરુષયોગ ક્યારે રચાય?
જ્યારે જન્મકુંડળીમાં કેન્દ્રમાવમાં ૧-૪-૭-૧૨ માં સ્થાને મકર કે કુંભ રાશિમાં શનિ બિરાજમાન હોય ત્યારે શશક પંચમહાપુરુષ યોગ રચાય છે, સાતમા સ્થાને દિગ્બળી વધુ ફળદાયી લગ્નબાદ પ્રગિત કારક પશ્ચિમ દિશા  થી કે વિદેશથી પણ ખૂબ લાભ થાય

શશક મહાપુરુષ યોગનું ફળ આ યોગ ઉંમરના ૩૬ વર્ષ બાદ જાતકને સત્તા સુખ વારસાઈ અખુટ જન સંપતિ  મિલ્કતો જમીન જાગીર તેમજ આર્થિક સ્થિતિ સારી અને સધ્ધર પ્રગતિ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news