Recipe: નોંધી લો માસ્ટર શેફ વિકાસ ખન્નાએ જણાવેલી પાવભાજી મસાલો બનાવવાની રીત

Recipe: ઘરે બનતી પાવભાજીમાં જો તમારે પણ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ જોતો હોય તો તેના માટે ઘરે જ ખાસ મસાલો તૈયાર કરવો જોઈએ. જો તમને પાવભાજીનો હોટલ જેવો મસાલો કેવી રીતે બનાવવો તે ખબર નથી તો આજે તમને ખાસ પાવભાજી મસાલાની રેસીપી જણાવીએ. 

Recipe: નોંધી લો માસ્ટર શેફ વિકાસ ખન્નાએ જણાવેલી પાવભાજી મસાલો બનાવવાની રીત

Recipe: જ્યારે પણ ઘરમાં પાવભાજી બને છે તો પરિવારના લોકોને એક જ વાત હોય છે કે બહાર જેવો ટેસ્ટ નથી આવતો. ઘરે બનતી પાવભાજીમાં જો તમારે પણ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ જોતો હોય તો તેના માટે ઘરે જ ખાસ મસાલો તૈયાર કરવો જોઈએ. જો તમને પાવભાજીનો હોટલ જેવો મસાલો કેવી રીતે બનાવવો તે ખબર નથી તો આજે તમને માસ્ટર શેફ વિકાસ ખન્નાના પાવભાજી મસાલાની રેસીપી જણાવીએ. આ મસાલો ઘરે બનાવી તેનો ઉપયોગ પાવભાજીમાં કરશો તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી બનશે. 

પાવભાજી મસાલો બનાવવાની સામગ્રી

- 5 સૂકા લાલ મરચા
- પા કપ આખા ધાણા
- 6 લવિંગ
- 1 ચમચી જીરું
- 1/5 ચમચી વરિયાળી
- 4 મોટી એલચી
- 2 ઇંચ તજનો ટુકડો
- 1 ચમચી હળદર
- 2 ચમચી આમચૂર પાવડર
- 1 ચમચી કાળા મરી પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી સંચળ

પાવભાજી મસાલો તૈયાર કરવાની રીત

સૌથી પહેલા એક પેનને ધીમા તાપે ગરમ કરો. પેન ગરમ થઇ જાય પછી તેમાં સૂકા લાલ મરચાના બી કાઢીને તેને ડ્રાય રોસ્ટ કરી લો. હવે બીજા એક પેનમાં આખા ધાણા, લવિંગ, જીરું, વરિયાળી અને એલચીને ધીમા તાપે શેકો. બધા જ મસાલા શેકાઈ જાય અને તેમાંથી સુગંધ આવે એટલે તેને ઠંડા થવા દો. મસાલા બરાબર ઠંડા થઈ જાય પછી તેને મિક્સર જારમાં ઉમેરી સારી રીતે પીસી લો. હવે ખડા મસાલાના આ પાવડરમાં સામગ્રીમાં જણાવેલા અન્ય મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરો. તૈયાર છે સેફ વિકાસ ખન્નાએ જણાવેલો પાવભાજી મસાલો. આ મસાલાને તમે એર ટાઈટ કન્ટેનરમાં રાખી સ્ટોર કરી શકો છો. 

માસ્ટર શેફ વિકાસ ખન્નાનું જણાવવું છે કે ઘરે બનાવેલા આ પાવભાજી મસાલાનો ઉપયોગ તમે કરશો તો ઘરે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી બનશે. જો તમે આ મસાલો પાવભાજીમાં ઉમેરો છો તો તેના પછી તમારે અન્ય કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર પણ નહીં પડે. આ મસાલાનો ઉપયોગ તમે અન્ય શાકભાજીમાં પણ કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news