મોહભંગ : કોંગ્રેસના 3-3 નેતાઓએ પક્ષને કરી અલવિદા, 3 રાજ્યોને થશે અસર

Congress facing setbacks: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે 24 કલાકમાં કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં પોતાના ત્રણ મોટા ચહેરા ગુમાવી દીધા. ત્રણેય નેશનલ લેવલ પર કોંગ્રેસની તરફદારીમાં જીવ રેડી દેતા હતા. બોક્સ વિજેંદર સિંહ અને પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસ છોડીને ભાજપ જોઇન કરી લીધું. તો બીજી તરફ કોંગ્રેસની એક્શન બાદ સંજય નિરૂપમે જોરદાર પ્રહાર કર્યા  હતા. 

મોહભંગ : કોંગ્રેસના 3-3 નેતાઓએ પક્ષને કરી અલવિદા, 3 રાજ્યોને થશે અસર

Lok Sabha Elections 2024: 24 કલાકમાં કોંગ્રેસના 3-3 નેતાઓએ પક્ષને અલવિદા કરી દીધી. આ ત્રણેય ચહેરા એવા છે જેઓ હમેશાં પક્ષની વાત લોકો સમક્ષ મુકતા રહ્યા છે અને લોકોની વચ્ચે ચર્ચિત પણ છે. જેમાં બોક્સર વિજેન્દરસિંહે તો બુધવારે જ કોંગ્રેસને ઝટકો આપ્યો હતો અને ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ત્યારબાદ વારો સંજય નિરૂપમનો આવ્યો, તો તેમને કોંગ્રેસે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. હવે ગૌરવ વલ્લભ કે જેમનો કોંગ્રેસથી મોહભંગ થયો અને હવે તેઓ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે. 

ગૌરવ વલ્લભે સવારે જ કોંગ્રેસથી રાજીનામું આપ્યું અને બપોરે ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો. તેમણે રાજીનામુ આપવામાં મુખ્ય કારણ રામ મંદિર પણ ગણાવ્યું.. જેમાં કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. આ સાથે દરેક મુદ્દા પર અલગ અલગ લોકોની ટીકા કરવાની નીતિથી કંટાળ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. જોકે ગૌરવ વલ્લભની સાથે સાથે બિહાર કોંગ્રેસના નેતા અનિલ શર્માએ પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો.. 

આ તરફ સંજય નિરૂપમને કોંગ્રેસે બુધવારે પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. જે બાદ આજે સંજય નિરૂપમ મીડિયાની સામે આવ્યા અને જય શ્રીરામના ઉદ્ધોષ સાથે કોંગ્રેસ પર શાબ્દિક ફાયરિંગ શરૂ કરી દીધુ.  તેમણે કોંગ્રેસને વિખેરાયેલી પાર્ટી ગણાવી. સાથે જ કહ્યું કે, કોંગ્રેસમાં 5 પાવર સેન્ટર છે અને 5 પ્રકારની લોબી છે. જેઓ વારંવાર એકબીજા સાથે ટકરાય છે. 

નિરૂપમે દાવો કર્યો કે, કોંગ્રેસમાં હું એકલો નથી કે જે પરેશાન છે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે.. તેમણે કેસી વેણુગોપાલ પર પણ પ્રહાર કર્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, સંગઠનમાં એક એવા વ્યક્તિ બેઠા છે, જે હિન્દી બોલે તો પણ ખબર ન પડે.  અંગ્રેજી બોલે તો પણ સમજાય નહીં અને અમને તો મલયાલમ આવડતી નથી.

વાત વિજેન્દરસિંહની કરીએ તો તેમણે બુધવારે જ ભાજપનો હાથ પકડી લીધો.. ત્યારબાદ મોદી સરકારમાં વૈશ્વિક સ્તરે ખેલાડીઓના સન્માનની વાત કરી. જોકે વિજેન્દરસિંહ, ગૌરવ વલ્લભ અને સંજય નિરૂપમ હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મોટા ચહેરા હતા. જેમના જવાથી કોંગ્રેસને જમીની સ્તરે મોટી અસર વર્તાશે.. એક બાદ એક નેતાઓ કોંગ્રેસથી વિમુખ થઈને ભાજપનો દામન થામી રહ્યા છે.. જેની સાથે જ મોટી થઈ રહ્યો છે મોદીનો પરિવાર. જે 400 પારના નારા માટે દમ લગાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news