Vitamin B12: સવારે જાગ્યા પછી પણ શરીર થાકેલું લાગે તો આ વિટામિનની હશે ઉણપ, ભૂલથી પણ ન કરતાં ઇગ્નોર

Vitamin B12: શરીરમાં આયરનની ખામી હોય તો આવું થાય છે અને ચહેરો પણ પીળો પડી જાય છે. વિટામિન b12 પણ એક જરૂરી પોષક તત્વો છે જે શરીરની ઉર્જા દેવામાં મદદ કરે છે શરીરમાં તેની ઉણપ હોય તો પણ સતત થાક અનુભવાય છે. આ બંને જરૂરી પોષક તત્વોની શરીરમાં ખામી હોય તો તેના કારણે કેટલીક ગંભીર બીમારી પણ થઈ શકે છે.

Vitamin B12: સવારે જાગ્યા પછી પણ શરીર થાકેલું લાગે તો આ વિટામિનની હશે ઉણપ, ભૂલથી પણ ન કરતાં ઇગ્નોર

Vitamin B12: દિવસ આખો કામ કર્યા પછી સાંજે શરીરમાં થાક અનુભવાય તે સામાન્ય વાત છે. પરંતુ રાત આખી આરામ કર્યા પછી સવારે જાગો ત્યારે પણ શરીરમાં થાક અને નબળાઈ લાગે તો સમજી લેવું કે આપણા સ્વાસ્થ્યમાં ગડબડ છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર રાત આખી ઊંઘ કર્યા પછી પણ સવારે શરીરમાં થાક અનુભવાય તો તે વિટામિન b12 અને આયરનની ઉણપ હોઈ શકે છે. આ બે ઊણપના કારણે શરીરમાં સતત થાક, નબળાઈ, શરીરમાં દુખાવો જેવી અનુભૂતિ થાય છે.

શરીરમાં આયરનની ખામી હોય તો આવું થાય છે અને ચહેરો પણ પીળો પડી જાય છે. વિટામિન b12 પણ એક જરૂરી પોષક તત્વો છે જે શરીરની ઉર્જા દેવામાં મદદ કરે છે શરીરમાં તેની ઉણપ હોય તો પણ સતત થાક અનુભવાય છે. આ બંને જરૂરી પોષક તત્વોની શરીરમાં ખામી હોય તો તેના કારણે કેટલીક ગંભીર બીમારી પણ થઈ શકે છે.

આ પણ વાંચો:

વિટામિન b12 ની ખામીથી થતી બીમારીઓ

- શરીરમાં રક્તની ઉણપ સર્જાય છે
- મગજ અને નસ માં સમસ્યાઓ થવા લાગે છે
- શારીરિક અને માનસિક થાક અનુભવાય છે
- નકારાત્મક મનોભાવ અને અવસાદની સ્થિતિ સર્જાય છે
- મોઢામાં ચાંદા વારંવાર પડે છે
- પેટમાં દુખાવો અને કબજિયાત રહે છે.

વિટામિન b12 કયા ખોરાકમાંથી મળે છે

ઈંડાની જરદીમાં વિટામિન b12 ભરપૂર પ્રમાણમાં હોય છે.

દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદનોમાં પણ વિટામિન b12 ભરપૂર હોય છે.

સાલમન જેવી માછલીમાં પણ વિટામિન b12 હોય છે

સોયા અને સોયાથી બનેલી પ્રોડક્ટમાં પણ વિટામિન b12 હોય છે

ડોક્ટરની સલાહ લઈને વિટામીન b12 ની સપ્લીમેન્ટ પણ લઈ શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news