ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગી

Loksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર

ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગી

Loksabha Election 2024 : ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાસંગ્રામ થવાનો છે. લોકસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાને ટકોરે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં કુલ ૫૦,૭૮૮ મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો છે. શહેરી વિસ્તારમાં ૧૭,૨૭૫ મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ કરાયો છે. તો ગ્રામીણ વિસ્તારમાં ૩૩,૫૧૩ મતદાન મથકો પર મતદાનનો પ્રારંભ થયો છે. ગ્રામ્યના કેટલાક બૂથ પર વહેલી સવારે 5 વાગ્યાથી મતદારો લાઈનમાં આવીને ઉભા રહ્યા હતા. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.

રાજ્યમાં ૧૭૫ આદર્શ મતદાન કેન્દ્રો ઉભા કરાયો છે. તો રાજ્યના ૨૪,૮૯૩ મતદાન મથકો પરથી વેબ કાસ્ટિંગ કરાશે. ભાજપ, કોંગ્રેસ અન્ય પક્ષ અને અપક્ષ સહિત ગુજરાતમાં કુલ 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે. જેમાં પુરૂષ ઉમેદવારની સંખ્યા ૨૪૭ જ્યારે ૧૯ મહિલા ઉમેદવારનો સમાવેશ થાય છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ ૧૮ ઉમેદવારો છે, તો બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો છે. રાજ્યમાં માત્ર અમદાવાદ પૂર્વના મતદાન મથકો પર બે બીયુ યુનિટ લગાવાયા છે.

25 બેઠકો પર કોની કોની ટક્કર 

  • બનાસકાંઠામાં રેખા ચૌધરી સામે ગેનીબેન ઠાકોરની ટક્કર 
  • પાટણમાં ભરતસિંહ ડાભી સામે ચંદનજી ઠાકોરની ટક્કર   
  • મહેસાણામાં હરિભાઈ પટેલ સામે રામજી ઠાકોરની ટક્કર 
  • સાબરકાંઠામાં શોભના બારૈયા સામે તુષાર ચૌધરીની ટક્કર 
  • ગાંધીનગરમાં અમિત શાહ સામે સોનલ પટેલ ઉમેદવાર   
  • કચ્છમાં વિનોદ ચાવડા સામે નીતીશ લાલનની ટક્કર 
  • સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા સામે ઋત્વિક મકવાણાની ટક્કર  
  • રાજકોટમાં પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીની ટક્કર 
  • ભાવનગરમાં નીમુ બાંભણિયા સામે ઉમેશ મકવાણાની ટક્કર 
  • જૂનાગઢમાં રાજેશ ચૂડાસમા સામે હીરાભાઈ જોટવાની ટક્કર  
  • જામનગરમાં પૂનમ માડમ સામે જે. પી. મારવિયાની ટક્કર  
  • પોરબંદરમાં મનસુખ માંડવિયા સામે લલીત વસોયાની ટક્કર   
  • અમરેલીમાં ભરત સુતરિયા સામે જેનીબેન ઠુંમરની ટક્કર  
  • ભરૂચમાં મનસુખ વસાવા સામે ચૈતર વસાવાની ટક્કર  
  • વલસાડ બેઠક પર ધવલ પટેલ સામે અનંત પટેલની ટક્કર   
  • બારડોલી સીટ પર પ્રભુ વસાવા સામે સિદ્ધાર્થ ચૌધરીની ટક્કર  
  • નવસારી સીટ પર સીઆર પાટીલ સામે નૈષધ દેસાઈની ટક્કર
  • અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા સામે ભરત મકવાણાની ટક્કર  
  • દાહોદમાં જશવંતસિંહ ભાભોર સામે પ્રભા તાવિયાડની ટક્કર  
  • દીવ-દમણ બેઠકમાં લાલુ પટેલ સામે કેતન પટેલની ટક્કર  
  • દાદરા નગરહવેલી સીટ પર કલા ડેલકર સામે અજિત માહલાની ટક્કર 
  • ભાજપ-કોંગ્રેસે 26માંથી 4-4 મહિલા ઉમેદવારોને આપી છે તક   
  • એક માત્ર બનાસકાંઠામાં બંને પક્ષની મહિલાઓ વચ્ચે મુકાબલો  
  • અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ સામે હિંમતસિંહ પટેલની ટક્કર  

 

આજે રાજ્યમાં ૪ કરોડ ૯૭ લાખ ૬૮ હજાર ૬૭૭ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૨ કરોડ ૫૬ લાખ ૧૬ હજાર ૫૪૦ પૂરૂષ મતદારો છે, અને ૨ કરોડ ૪૧ લાખ ૫૦ હજાર ૬૦૩ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૧૫૩૪ થર્ડ જેન્ડર મતદારો નોંધાયેલા છે. રાજ્યમાં ૧૭,૨૩,૩૫૩ મતદારો સાથે ભરૂચ લોકસભા બેઠક મતદાનની દ્રષ્ટીએ સૌથી નાની લોકસભા બેઠક છે. વિસ્તારની દ્રષ્ટીએ અમાદાવાદ પશ્ચિમ લોકસંબા બેઠક સૌથી નાની બેઠક છે. મતદાનની દ્રષ્ટીએ સૌથી મોટી લોકસભા બેઠક નવસારી ૨૨,૨૩,૫૫૦ મતદારો છે. વિસ્તાર ની દ્રષ્ટીએ સૌથી મોટી લોકસભા બેઠક કચ્છ છે. 

રાજ્યમાં સો વર્ષ થી વધુ વયના શતાયુ મતદારો ૧૦,૦૩૬ છે. તો ૧૮-૧૯ વર્ષના યુવા મતદારોની સંખ્યા ૧૨,૨૦,૪૩૮ મતદારો છે. મતદાન માટે ૫૦,૯૬૦ બેલેટ યુનિટ તે ૪૯,૧૪૦ સીયુ યુનિટ તો ૪૯,૧૪૦ વીવીપેટ યુનિટનો  ઉપયોગ થશે. 50 ટકા બીયુ અને સીયુ તથા ૩૫ ટકા વીવીપેટ યુનિટ રીઝર્વ રાખવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news