'પાલનપુરમાં બે લોકોનો ત્રાસ', ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપતા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો!

બનાસકાંઠા કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર શંકર ચૌધરી અને હિતેશ ચૌધરી પર નિશાન સાંધીને જણાવ્યું હતું કે રેખાબેનને ટિકિટ અપાવવા વાળા અને તેમના પતિનો સૌથી મોટો ત્રાસ પાલનપુરમાં છે. રેખાબેન માટે એમને બહુ માન હોય તો બનાસ ડેરીનાં ચેરમેન બનાવી દો. 

'પાલનપુરમાં બે લોકોનો ત્રાસ', ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપતા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો!

Loksabha Election 2024: બનાસકાંઠા લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. પોતાના આક્રમક અંદાજ માટે તેઓ જાણીતા છે. આ વખતે બનાસકાંઠા બેઠક પર કાંટાની ટક્કર થવાની છે કારણ કે આ બેઠક પર બન્ને પાર્ટીએ મહિલાઓને ટિકીટ આપીને રણમેદાનમાં ઉતારી છે. પાલનપુરના લક્ષ્મીપુરામાં હજારોની જનમેદનીને સંબોધતા ગેનીબેન ઠાકોર શંકર ચૌધરી અને હિતેશ ચૌધરી પર નિશાન સાધ્યું છે.

બનાસકાંઠા કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર શંકર ચૌધરી અને હિતેશ ચૌધરી પર નિશાન સાંધીને જણાવ્યું હતું કે રેખાબેનને ટિકિટ અપાવવા વાળા અને તેમના પતિનો સૌથી મોટો ત્રાસ પાલનપુરમાં છે. રેખાબેન માટે એમને બહુ માન હોય તો બનાસ ડેરીનાં ચેરમેન બનાવી દો. 

પાલનપુરના લક્ષ્મીપુરામાં હજારોની જનમેદનીને સંબોધતા ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેનના પતિ અને શંકર ચૌધરીનું નામ લીધા વિના તેમની પર પ્રહારો કર્યા હતા. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે સામેના ઉમેદવાર કરતા એમણે ટિકિટ અપાવવા વાળા અને એમના પતિનો સૌથી મોટો ત્રાસ આ પાલનપુર અને વહીવટી તંત્રમાં છે. 

તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ વાળા મને ગમ્મત ગમ્મ્તમાં કહે છે કે અમને ભાજપ છોડાવ્યું હોય ને એની રીહ ઉતારવાના છીએ, ભલે ભાજપના પટ્ટા પહેરીને ફરતા હોવ પણ 7મી તારીખે આડું મોઢું રાખીને પણ તમારા ફોટા સામે બટન દબાવશું. પાલનપુરમાં રેખાબેનના ગઢ લક્ષ્મીપુરા ગામે ગેનીબેન ઠાકોરને મોટું જનસમર્થન મળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news