દર શેર પર 70 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે આ સીમેન્ટ કંપની, પ્રોફિટમાં બમ્પર ઉછાળો

Stock Market News: આદિત્ય બિરલા ગ્રુપની કંપની અલ્ટ્રાટેક સીમેન્ટ લિમિટેડે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કરી દીધા છે.
 

દર શેર પર 70 રૂપિયાનું ડિવિડેન્ડ આપશે આ સીમેન્ટ કંપની, પ્રોફિટમાં બમ્પર ઉછાળો

નવી દિલ્હીઃ આદિત્ય બિરલા ગ્રુપની કંપની અલ્ટ્રાટેક સીમેન્ટે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. નાણાકીય વર્ષ 2023-2024ના માર્ચ ક્વાર્ટરમાં કંપનીનોનેટ પ્રોફિટ 35.24 ટકાના વધારા સાથે 2258.58 કરોડ રૂપિયા રહબ્યો છે. એક વર્ષ પહેલાના સમાનગાળામાં પ્રોફિટ 1670.10 કરોડ રૂપિયા રહ્યો હતો. અલ્ટ્રાટેક સીમેન્ટે જણાવ્યું કે આ સમયમાં કંપનીની ઓપરેટિંગ આવક 9.41 ટકા વધી 20,418.94 કરોડ રૂપિયા રહી છે. તે નાણાકીય વર્ષ 2022-2023ના સમાનગાળામાં 18662.38 કરોડ રૂપિયા હતી. 

પાછલા વર્ષમાં કેટલો પ્રોફિટ
અલ્ટ્રાટેક સીમેન્ટનો નાણાકીય વર્ષ 2023-2024માં પ્રોફિટ 38.05 ટકા વધી 7003.96 કરોડ રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2022-2023માં તે 5073.40 કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ 2023-2024માં કુલ આવક 12.21 ટકા વધી 71525.09 કરોડ રૂપિયા રહી. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં અલ્ટ્રાટેકનો કુલ ખર્ચ 6.67 ટકા વધી 17381.09 કરોડ રૂપિયા રહ્યો. આદિત્ય બિરલા સમૂહની કંપનીની કુલ આવક જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 9.42 ટકા વધી 20554.55 કરોડ રૂપિયા રહી છે. 

70 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડ
ભારતની સૌથી મોટી સીમેન્ટ કંપની અલ્ટ્રાટેક સીમેન્ટે 70 રૂપિયા પ્રતિ શેર કે 10 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 700 ટકાના ફાઈનલ ડિવિડેન્ડની ભલામણ કરી છે. ડિવિડેન્ડના પ્રસ્તાવને કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકોની મંજૂરી જરૂરી છે. આ વર્ષ 2019 બાદથી કંપની દ્વારા જાહેર અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડેન્ડ છે. પાછલા વર્ષે કંપનીએ 38 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત કરી હતી. આ વચ્ચે સપ્તાહના પહેલા કારોબારી દિવસ સોમવારે શેર 2.70 ટકા વધી 9962.25 રૂપિયા પર બંધ થયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news