Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તેના થોડા દિવસ પહેલા શરીરના આ અંગોમાં અનુભવાય છે ઝણઝણાટી

Heart Attack: હાર્ટ એટેક જીવલેણ સ્થિતિ છે. દિવસેને દિવસે હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચિંતાની વાત એ છે કે આજના સમયમાં નાની ઉંમરના યુવાનો પણ હાર્ટ એટેકના કારણે મોતને ભેટે છે. જો કે હાર્ટ એટેક આવે તે પહેલા શરીરના 4 અંગમાં કેટલાક ફેરફાર અનુભવાય છે. જો આ સંકેતને ઓળખી લેવામાં આવે તો જીવ બચી જાય છે. 

શરીરમાં ઝણઝણાટી

1/5
image

હાર્ટ અટેકનું એક મહત્વપૂર્ણ લક્ષણ છે કે શરીરના કેટલાક ભાગમાં ઝણઝણાટી થાય છે. રિસર્ચ અનુસાર હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા હાથ, પગ અને શરીરના કેટલાક ભાગમાં ઝણઝણાટી અનુભવાય છે અથવા તો શરીરના અંગ સુન્ન થઈ જાય છે.

ખભો જકડાઈ જવો 

2/5
image

હાર્ટ અટેક આવવાનો હોય તે પહેલા ડાબી તરફના ખભામાં સુન્નતા અનુભવાય છે. ઘણી વખત ખભામાં તીવ્ર દુખાવો થાય છે કે પછી સ્નાયુ જકડાઈ ગયા હોય તેવો પણ અનુભવ થાય છે. આવી સમસ્યાને ટાળવાને બદલે તુરંત ડોક્ટરનો સંપર્ક કરો

ડાબો હાથ સુન્ન થઈ જવો 

3/5
image

હાર્ટ અટેક આવે તે પહેલા ડાબો હાથ સુન્ન થઈ જાય છે અથવા તો હાથમાં સતત ઝણઝણાટી અનુભવાય છે. કેટલાક લોકોને રોજના કામ કરવામાં પણ સમસ્યા થાય છે. જો તમને બે દિવસથી વધારે આવી સમસ્યા રહે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો. 

જડબામાં સુન્નતા

4/5
image

અચાનક જ ડાબી તરફનું જડબું દુખવા લાગે કે જડબામાં સુન્નતા આવી જાય. આ પણ હાર્ટ અટેક પહેલાનું એક લક્ષણ હોઈ શકે છે. ઘણી વખત મોઢામાં ઝણઝણાટી કે દુખાવો અનુભવાય છે આ સ્થિતિ હાર્ટ અટેક સંબંધિત હોઈ શકે છે.

5/5
image