ખુબ જ રહસ્યમયી છે આ ઘાટી, કહેવાય છે બીજી દુનિયાનો દરવાજો, મહાભારતમાં પણ છે ઉલ્લેખ!

ભારતના સરહદી વિસ્તારમાં એક એવી ઘાટી છે જે ખુબ રહસ્યમયી ગણાય છે. જેનું નામ છે શાંગરી-લા ઘાટી, આ ઘાટી તિબ્બત અને અરુણાચલ પ્રદેશની સરહદે છે. તંત્ર મંત્રના અનેક જાણીતા સાધકોએ પોતાના પુસ્તકોમાં આ ઘાટીનો ઉલ્લેખ કર્યો છે.

ખુબ જ રહસ્યમયી છે આ ઘાટી, કહેવાય છે બીજી દુનિયાનો દરવાજો, મહાભારતમાં પણ છે ઉલ્લેખ!

ભારતના સરહદી વિસ્તારમાં એક એવી ઘાટી છે જે ખુબ રહસ્યમયી ગણાય છે. જેનું નામ છે શાંગરી-લા ઘાટી, આ ઘાટી તિબ્બત અને અરુણાચલ પ્રદેશની સરહદે છે. તંત્ર મંત્રના અનેક જાણીતા સાધકોએ પોતાના પુસ્તકોમાં આ ઘાટીનો ઉલ્લેખ કર્યો છે. જેમાં મુખ્ય છે પદ્મ વિભૂષણ અને સાહિત્ય એકેડેમીથી નવાજવામાં આવેલા અને ગવર્મેન્ટ કોલેજ વારાણસીના પ્રાચાર્ય રહી ચૂકેલા ડો. ગોપીનાથ કવિરાજ. તેમણે પોતાના પુસ્તકમાં આ જગ્યાનો ઉલ્લેખ કરેલો છે. તિબ્બતી સાધકો પણ આ વિશે કહેતા આવ્યા છે. આ ઘાટીને બરમૂડા ટ્રાયંગલની જેમ જ દુનિયાની રહસ્યમય જગ્યા તરીકે ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ઘાટીનો સંબંધ કોઈ અન્ય લોક સાથે છે. 

આ પુસ્તકમાં પણ ઉલ્લેખ
જેમ્સ હિલ્ટને એક પુસ્તક લખ્યુ છે લોસ્ટ હોરાઈઝન. જેમાં કેટલીક રહસ્યમયી ઘાટીઓનો ઉલ્લેખ છે. જ્યાં લોકો સેંકડો વર્ષો સુધી જીવતા રહે છે. પરંતુ વૃદ્ધ થતા નથી. તેમણે આ બધામાં શાંગરી લા ઘાટીનો પણ ઉલ્લેખ કર્યો છે. પુસ્તક વાંચ્યા બાદ અનેક દેશી વિદેશી રિસર્ચર્સને તેમાં રસ જાગ્યો અને ઘાટીની ભાળ મેળવવાની કોશિશ કરી. પરંતુ સફળતા ન મળી. એવું કહેવાય છે કે કેટલાક તો હંમેશા માટે ગાયબ થઈ ગયા, જેમની કોઈ ભાળ જ નથી મળી. 

ચીનનો પણ રસ
ચાઈનીઝ લોકોને આ ઘાટી વિશે કેવી રીતે જાણ થઈ તે તો ચોક્કસપણે કહી શકાય નહીં પરંતુ એ નક્કી છે કે આ ઘાટી પ્રત્યે જિજ્ઞાસા હેતુસર ખેંચાઈને 1950માં ચીનીઓએ તિબ્બત પર હક જમાવ્યો હતો. પરંતુ તેઓ પોતાના હેતુમાં સફળ થયા નહીં. 1960માં ચીની સરકાર આ રહસ્યમયી ઘાટીની  ભાળ મેળવતા મેળવતા રહી ગઈ. એવું કહેવાય છે કે ચીનની સેના એક લામાનો પીછો કરતા આ ઘાટી સુધી ગઈ પરંતુ શાંગરીલા વિશે કશું જાણી શકી નહીં. ચીનના તે સમયના સૌથી મોટા નેતા માઓત્સે તુંગ પોતે સ્વયં અંગત રીતે શાંગરીલા ઘાટીની જાણ મેળવવા માટે ખુબ ઉત્સુક હતા. ત્યાં જઈને તેઓ કાયમી રીતે રહેવા માંગતા હતા. તેઓ લાંબુ જીવવા માંગતા હતા. તેમને ડર હતો કે તમના મૃત્યુ બાદ તેમણે ઊભી કરેલી ક્રાંતિની આગ ઓલવાઈ જશે. 

રહસ્યમયી છે ઘાટી
શાંગરીલા ઘાટીને બરમૂડા  ટ્રાયંગલ જેવી કહેવાય છે. આ એક એવી જગ્યા છે જ્યાંથી પસાર થતા જહાજ અને પ્લેન ગાયબ થઈ જાય એવું કહેવાય છે. આ સ્થાન પણ ભૂહીનતાના ક્ષેત્રમાં આવેલ છે. એવું કહેવાય છે  કે ચીનની સેનાએ અનેકવાર આ જગ્યાને શોધવાની કોશિશ કરી. પંરતુ કઈ મળ્યું નહીં. તિબ્બતી વિદ્વાન યુત્સુંગ મુજબ આ ઘાટીનો સંબંધ કોઈ અંતરીક્ષ લોક સાથે છે. બરમૂડા એક બ્રિટિશ ઉપનિવેશ છે. જેની આજુબાજુના વિસ્તારોમાં સેંકડો જહાજ ડૂબી ગયા છે એવું માનવામાં આવે છે. તે નોર્થ એટલાન્ટિંક મહાસાગરનો એવો ભાગ છે જ્યાં ઢગલો રહસ્યો  દબાયેલા છે. તેની સીમામાં આવતા પ્લેન પણ ગાયબ થઈ જાય છે. 

બીજી દુનિયાનો દરવાજો?
આ ઘાટી અંગે મોટા મોટા વિદ્વાનોનું કહેવું છે કે અહીં ભૂહીનતાનો પ્રભાવ રહે છે. એટલે કે આ ઘાટી વાયુમંડળના ચોથા આયામથી પ્રભાવિત રહે છે. તિબ્બતી ભાષાના પુસ્તક કાળ વિજ્ઞાનમાં આ ઘાટીનો ઉલ્લેખ મળે છે. જેમાં લખ્યું છે કે દુનિયાની દરેક ચીજ દેશ, કાળ અને નિમિત્તથી બંધાયેલી છે પરંતુ આ ઘાટીમાં કાળ એટલે કે સમયની અસર નથી. અહીં પ્રાણ, મનના વિચારની શક્તિ, શારીરિક ક્ષમતા અને માનસિક ચેતના ખુબ વધી જાય છે અને તેઓ હજારો વર્ષો સુધી જીવતા રહી શકે છે. આ જગ્યાને પૃથ્વીનું આધ્યાત્મિક નિયંત્રણ કેન્દ્ર પણ કહેવામાં આવે છે. આધ્યાત્મ ક્ષેત્ર, તંત્ર સાધના કે તંત્ર જ્ઞાન સાથે જોડાયેલા લોકો માટે આ ઘાટી ભારતની સાથે સાથે વિશ્વભરમાં મશહૂર છે. યુત્સુંગ પોતે ત્યાં જવાનો દાવો કરે છે. તિબ્બતના વિદ્વાન યુત્સુંગ કહે છે કે આ ઘાટીનો સંબંધ સીધો અંતરીક્ષ સાથે છે. તેઓ બૌદ્ધ સાધના સંલગ્ન એક ખાસ વ્યક્તિત્વ ગણાય છે. તેમના કહેવા મુજબ ત્યાં સૂર્યપ્રકાશ નહતો કે ન તો ચંદ્રમાની ચાંદની. વાતાવરણમાં ચારેબાજુ એક દૂધિયો પ્રકાશ ફેલાયેલો હતો અને આ સાથે જ એક વિચિત્ર પ્રકારની ખામોશી. 

પ્રસિદ્ધ સાધના કેન્દ્ર
રિપોર્ટ્સ મુજબ યુત્સુંગે વારાણસીના તંત્ર વિદ્વાન અરુણ શર્માને જણાવ્યું કે ત્યાં એકબાજુ મઠો, આશ્રમો, અને વિવિધ આકૃતિઓના મંદિરો હતા જ્યારે બીજી બાજુ દૂર સુધી ફેલાયેલી શાંગરીલાની સૂમસામ ઘાટી. અહીં ત્રણ સાધના કેન્દ્ર પ્રસિદ્ધ છે. પહેલો જ્ઞાનગંજ મઠ, બીજો સિદ્ધ વિજ્ઞાન આશ્રમ અને ત્રીજો યોગ સિદ્ધાશ્રમ. શાંગરીલા ઘાટીને સિદ્ધાશ્રમ પણ કહે છે. સિદ્ધાશ્રમનું વર્ણન મહાભારત, વાલ્મિકી રામાયણ અને વેદોમાં પણ છે. સિદ્ધાશ્રમનો ઉલ્લેખ કાળ વિજ્ઞાન પુસ્તક, અંગ્રેજ લેખક જેમ્સ હિલ્ટને પોતાના પુસ્તક લોસ્ટ હોરાઈઝનમાં પણ કર્યો છે. 

શાંગરીલા ઝીલ
આ વિસ્તારને પંગાસાઉ પણ કહેવાય છે. તે મ્યાંમારની સરહદ નજીક છે. શાંગરીલાની ઝીલને લગભગ 1.5 કિલોમીટર લાંબી ગણાવવામાં આવી છે. પરંતુ તેની પહોળાઈ વિશે કોઈ અંદાજો નથી. કારણ કે તેની પહોળાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. પરંતુ હા તેની વધુમાં વધુ પહોળાઈ એક કિલોમીટર સુધી છે. પ્રાચીન સમયમાં આ ઝીલ 2.5 કિલોમીટર લાંબી હતી. જે સ્તીલવેલ રોડથી શરૂ થતી હતી અને હવે લેદો રોડના નામથી ઓળખાય છે. 

શાંગરીલા ઘાટીમાં જઈને પાછા ન ફરવા અંગે પણ એક કહાની કહેવાય છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક અમેરિકી વિમાને અહીં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. તે પણ રાતના સમયે. કારણ કે આ વિસ્તાર સપાટ લાગતો હતો. પરંતુ તેમાં અનેક લોકો માર્યા ગયા. ત્યારથી તેને એવી ઝીલ કહેવામાં આવી જ્યાં ગયા બાદ કોઈ પાછું ફરતું નથી. 

આ વિસ્તારમાં તંગસા ટ્રાઈબ્સ રહે છે. આ એરિયામાં રહેનારા લોકોને અવારનવાર અહીં રહસ્યમયી અવાજો સંભળાય છે. તે પણ અડધી રાતના સમયે. કેટલાક લોકોનો અંદાજો છે કે આ ઝીલ રહસ્યમયી ભૂચુંબકીય તરંગોથી બંધાયેલી છે અને એટલે અહીંનો ફોટો પણ લઈ શકાતો નથી. 

અહીં આવેલી છે આ ઘાટી
એવું કહે છે કે રહસ્યમયી શાંગરીલા ઘાટી જેને પંગાસાઉ પણ કહે છે તે શાંગરીલા ઝીલની આજુબાજુ જ ક્યાંક છે. યુત્સુંગ જેવા વિદ્વાન દાવો કરે છે કે તેઓ એકવાર આ ઘાટીમાં જઈ ચૂક્યા છે. તેમનું કહેવું છે કે સૂરજ કે ચંદ્રમાની રોશની પહોંચતી નથી છતાં આ ઘાટી હંમેશા પ્રકાશમાન રહે છે. એવું લાગે છે કે જાણે આ ઘાટીમાં કોઈ બીજી દુનિયાથી રોશની આવતી હોય. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news