તાનાશાહ કિમ જોંગ ઉન જ્યાં જાય ત્યાં ટોઈલેટ લઈને જાય છે, મળની રખેવાળી કરવા માટે ઢગલો ગાર્ડ્સ

ઉત્તર કોરિયન ગાર્ડ કમાન્ડના એક પૂર્વ કર્મચારીએ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું કે કિમ જોંગ ઉન પોતાની પર્સનલ કાર મર્સિડિઝમાં ટોઈલેટ બનાવી રાખ્યું છે. 

તાનાશાહ કિમ જોંગ ઉન જ્યાં જાય ત્યાં ટોઈલેટ લઈને જાય છે, મળની રખેવાળી કરવા માટે ઢગલો ગાર્ડ્સ

નવી દિલ્હી: નોર્થ કોરિયાના ક્રૂર તાનાશાહ કિમ જોંગ ઉન જ્યાં પણ જાય છે ત્યાં પોતાનું ટોઈલેટ લઈને જાય છે. ઉત્તર કોરિયન ગાર્ડ કમાન્ડના એક પૂર્વ કર્મચારીએ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું કે કિમ જોંગ ઉન પોતાની પર્સનલ કાર મર્સિડિઝમાં ટોઈલેટ બનાવી રાખ્યું છે. 
શું છે કારણ
અત્રે જણાવવાનું કે કોઈ વ્યક્તિના મળથી તેના સ્વાસ્થ્ય અંગે અનેક જાણકારીઓ મેળવી શકાય છે. બીજી બાજુ આ ક્રૂર તાનાશાહ કિમ જોંગ ઉનને કોઈના ઉપર પણ વિશ્વાસ નથી. તેને ડર છે કે  જો તે કોઈ અન્યનું ટોઈલેટ ઉપયોગમાં લેશે તો તેના સ્વાસ્થ્ય અંગેની જાણકારી લીક થઈ શકે છે. આ જ કારણ છે કે તે જ્યારે પણ કોઈ વિદેશ પ્રવાસમાં જાય છે ત્યારે પોતાની મર્સિડિઝ સાથે લઈને જાય છે. તેમાં બનેલા ટોઈલેટનો જ ઉપયોગ કરે છે. 

નિગરાણી માટે રાખ્યા છે અનેક ગાર્ડ્સ
એટલું જ નહીં કિમ જોંગના મળની નિગરાણી માટે અનેક બોડીગાર્ડ્સ પણ રાખવામાં આવ્યા છે. કહેવાય છે કે જો ભૂલથી પણ કોઈ કિમનું ટોઈલેટ ઉપયોગ કરી લે તો તેને તરત જ મોતને ઘાટ ઉતારી દેવાય છે. 

અનેક ગાડીઓમાં બનેલા છે પર્સનલાઈઝ્ડ ટોઈલેટ
કિમની બુલેટપ્રુફ ગાડી મર્સિડિઝ બેન્ઝને તેના ટોઈલેટનો ઉપયોગ ધ્યાનમાં લેતા એસી કરી દેવાઈ છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગાડીઓમાં પણ પર્સનલાઈઝ્ડ ટોઈલેટ બનાવવામાં આવ્યા છે. કિમ જોંગ ઉન ફક્ત તેવા ટોઈલેટનો ઉપયોગ કરે છે. કિમ જોંગ જ્યારે બહાર જાય તો એક જેવી અનેક કારોના કાફલામાં નીકળે છે. જેનું કારણ દુશ્મનોથી પોતાને બચાવવાનું છે. એક જેવી અનેક કારો હોવાના કારણે એ જાણકારી મેળવવી મુશ્કેલ બની જાય છે કે આખરે કિમ કઈ કારમાં છે પરંતુ કહેવાય છે કે જે કારમાં કિમ જોંગ રહે છે ફક્ત તે જ  કારમાં ટોઈલેટ બનેલું હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news