નવી મહામારીનું જોખમ? ચીનમાં બાળકોમાં ફેલાઈ રહી છે રહસ્યમય બીમારી, શાળાઓ બંધ કરવાની તૈયારી

Mysterious Pneumonia: કોરોના બાદ હવે ચીનમાં ફેફસાની એક નવી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. તેને રહસ્યમયી ન્યૂમોનિયા (Mysterious Pneumonia) કહેવામાં આવી રહી છે. આ બીમારી ખાસ કરીને બાળકો પર એટેક કરી રહી છે. તેના કારણે બાળકોમાં શ્વાસ સંબંધિત પરેશાનીઓ જોવા મળી રહી છે. હોસ્પિટલ બાળકોથી ઉભરાઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ પણ આ બીમારીને લઈને ચિંતા જતાવી છે.

નવી મહામારીનું જોખમ? ચીનમાં બાળકોમાં ફેલાઈ રહી છે રહસ્યમય બીમારી, શાળાઓ બંધ કરવાની તૈયારી

કોરોના બાદ હવે ચીનમાં ફેફસાની એક નવી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. તેને રહસ્યમયી ન્યૂમોનિયા (Mysterious Pneumonia) કહેવામાં આવી રહી છે. આ બીમારી ખાસ કરીને બાળકો પર એટેક કરી રહી છે. તેના કારણે બાળકોમાં શ્વાસ સંબંધિત પરેશાનીઓ જોવા મળી રહી છે. હોસ્પિટલ બાળકોથી ઉભરાઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ પણ આ બીમારીને લઈને ચિંતા જતાવી છે.  Mysterious Pneumonia એ જેવી સ્થિતિ ચીનમાં પેદા કરી નાખી છે તેને લઈને લોકોને ફરીથી એકવાર કોરોના મહામારીનો દોર યાદ આવી ગયો છે. 

ચીન સહિત દુનિયાના અનેક દેશ હજુ પણ કોરોનાથી સંપૂર્ણ રીતે બહાર નીકળી શક્યા નથી. આવામાં લોકોને એ સમય યાદ આવી રહ્યો છે કે જ્યારે કોરોના શરૂઆતના દૌરમાં હતો. આમ તો આ મહામારીને ન્યૂમોનિયાથી હળતી ભળતી કહેવાઈ રહી છે. પરંતુ તેના અનેક લક્ષણો ન્યૂમોનિયાથી અલગ છે. તેની ઝપેટમાં આવતા બાળકોના ફેફસામાં સોજા જોવા મળી રહ્યા છે. તેમને વધુ તાવ સાથે ઉધરસ, ફ્લૂ અને શ્વાસની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

બાળકો પર વધુ પ્રભાવ
રહસ્યમયી ન્યૂમોનિયા સંલગ્ન મોટાભાગના દર્દીઓ ઉત્તર પૂર્વ બેઈજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં જોવા મળી રહ્યા છે. હાલત એટલી ખરાબ છે કે સંસાધનો પર વધુ દબાણ પડવા લાગ્યું છે. બીમારીનો પ્રકોપ એટલો વધુ છે કે સરકારે અહીં શાળાઓ બંધ કરવાની તૈયારી કરી લીધી છે. આ બીમારીને લઈને એક ઓપન એક્સેસ નિગરાણી  પ્રોમેડ એલર્ટે દુનિયાભરમાં ચેતવણી બહાર પાડી છે. હકીકતમાં આ મંચ સંપૂર્ણ દુનિયામાં માણસ અને જાનવરોમાં થનારી બીમારીઓ પર નજર રાખે છે. ચીનમાં સામે આવી રહેલા રહસ્યમય ન્યૂમોનિયા અંગે ચેતવણી આપતા આ સંસ્થાએ કહ્યું કે આ બીમારીનો પ્રકોપ ખાસ કરીને બાળકો પર જોવા મળી રહ્યો છે. 

આ એજન્સીએ જ જારી કર્યું હતું કોવિડ એલર્ટ
પ્રોમેડ(proMED)  એલર્ટે જ ડિસેમ્બર 2019ના અંતમાં એક નવા વાયરસ અંગે પ્રાથમિક ચેતવણી બહાર પાડી હતી. ત્યારબાદ SARS- કોવિડ 2 તરીકે ઓળખવામાં આવ્યો. સંસ્થાના એલર્ટથી જ WHO ના હાઈ રેંકિંગ ઓફિસર અને મેડિકલ પ્રોફેશનલની સાથે સાથે વૈજ્ઞાનિકોની એક મોટી જમાત એલર્ટ થઈ ગઈ હતી. એલર્ટ જાહેર કરનારી સંસ્થા પ્રોમેડ એલર્ટે જણાવ્યું કે તેમણે એક અજાણી બીમારી અંગે એલર્ટ જાહેર કર્યું છે. જે ખાસ કરીને શ્વસનક્રિયાને પ્રભાવિત કરે છે. જો કે એજન્સીએ એમ પણ કહ્યું કે તેમને એ સ્પષ્ટ નથી કે આ પ્રકોપની શરૂઆત ક્યારથી થઈ. સંસ્થાએ એમ પણ કહ્યું કે આટલા બધા બાળકો એક સાથે આટલા જલદી પ્રભાવિત થઈ શકે નહીં. રિપોર્ટમાં એવું પણ નથી કહેવાયું કે આ બાળકોથી કોઈ વયસ્ક પ્રભાવિત થયો છે. 

WHO એ બહાર પાડવું પડ્યું નિવેદન
WHO એ આ બીમારીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યા બાદ ચીનને વિસ્તૃત જાણકારી આપવાની ભલામણ કરી છે. WHO એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ બીમારી વિશે ચીને 13 નવેમ્બર 2023ના રોજ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું. સ્વાસ્થ્ય એજન્સીએ ચીનને આ બીમારી સંલગ્ન મામલાઓ પર કડક નિગરાણી રાખવા કહ્યું છે. WHO એ જણાવ્યું કે 21 નવેમ્બરના રોજ પ્રોમેડે ઉત્તરી ચીનમાં ફેલાઈ રહેલી આ બીમારી વિશે સૂચના આપી.  વિશ્વ આરોગ્ય સંગઠન ચીન પાસેથી આ બીમારી વિશે વધુ જાણકારી પણ ઈચ્છે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news