આ ખાસ ડિશને ખાવા માટે 43 વર્ષોથી રાહ જોઈ રહ્યા છે લોકો, વેઈટિંગ લિસ્ટ જોઈને ચોંકી જશો

43 years waiting for a dish : જાપાનની સૌથી ફેવિરટ અસાહિયાના ફ્રોઝન કોબે બીફ ક્રોકેટ (frozen Kobe beef croquettes) ના એક ડબ્બાનો સ્વાદ માણવા માટે તમને 43 વર્ષની રાહ જોવી પડશે... હકીકતમાં આ ડીશનો વેઈટિંગ પીરિયડ જ એટલો છે 

આ ખાસ ડિશને ખાવા માટે 43 વર્ષોથી રાહ જોઈ રહ્યા છે લોકો, વેઈટિંગ લિસ્ટ જોઈને ચોંકી જશો

frozen Kobe beef croquettes : દુનિયામાં અનેક એવી સ્વાદિષ્ટ ડિશ છે, જેને ખાવા માટે લોકો રેસ્ટોરન્ટમાં લાંબી લાઈનો લગાવીને કલાકો સુધી રાહ જુએ છે. અનેક ડિશ માટે બે મહિના તો કેટલાક સ્થળોએ લાંબો વેઈટિંગ પીરિયડ હોય છે. પરંતુ શુ તમે સાંભળ્યુ છે કે, કોઈ ડિશ ખાવા માટે 43 વર્ષનો લાંબો વેઈટિંગ પીરિયડ હોય. જાપાનની એક રેસ્ટોરન્ટમાં હાલ એક ડિશ માટે આટલો લાંબો વેઈટિંગ પીરિયડ છે. 

જાપાનના સૌથી ફેવરિટ અસાહિયાના ફ્રોઝન કોબે બીફ ક્રોકેટ (frozen Kobe beef croquettes) ના એક ડબ્બાનો સ્વાદ માણવા માટે તમને 43 વર્ષ રાહ જોવી પડી શકે છે. કમાલની વાત છે કે, દુનિયાભરના ફૂડ લવર્સ પેશન્સ સાથે પોતાનો નંબર આવવાની રાહ જોઈ રહ્યા છે. આ ખાસ નાસ્તાની કિંમત 300 યેન પ્રતિ નંગ, લગભગ $2.05 (170 રૂપિયા) નક્કી કરવામાં આવી છે.  

જોકે, આ ડિશનો વેઈટિંગ ટાઈમ ગ્રાહકો માટે મોટી સમસ્યા બની છે. હવે તમે વિચારશો કે આ ડિશમાં એવુ તો ખાસ શું છે. એક રિપોર્ટ અનુસાર, જાપાનના તાકાસાગોમાં દુકાન અસાહિયામાં ફ્રોઝન ક્રોકેટ માટે ચાર દાયકા લાંબું વેઈટિંગ લિસ્ટમાં 63,000 લોકો આ ડિશ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. 

આ ડિશ બટાકા અને બીફના ડમ્પલિંગથી ફેમસ છે. અસાહિયાની ત્રીજી પેઢીની માલિક શિગેરુ નિટ્ટાએ જણાવ્યું કે, અમે સસ્તા અને સ્વાદિષ્ટ ક્રોકેટ બનાવ્યા છે, જે ગ્રાહકોને એકવાર ટ્રાય કર્યા બાદ પસંદ આવી જાય છે. વાસ્તવમાં, એક્સટ્રીમ ક્રોકેટ્સ અન્ય ચીજોની સરખામમીમાં બહુ જ લોકપ્રિય બની ગયા છે. 1926 માં બનેલી દુકાને બીજા વિશ્વ યુદ્ધ બાદ ક્રોકેટ વેચવાનું શરૂ કર્યુ હતું. 

તે 1999 માં ઓનલાઈન વેચાવા લાગ્યુ હુતં. પછી તે દર સપ્તાહમાં માત્ર 200 જ બનાવવામાં આવતા અને 2000 ના દાયકાની શરૂઆતમાં તે એકાએક લોકપ્રિય થવાના શરૂ થયા. ત્યારથી કોબે બીફ લવર્સ ક્રોકેટ્સને ચાખવા માટે લોકો સ્ટ્રગલ કરે છે. 

વચ્ચે લાંબા વેઈટિંગ લિસ્ટને કારણે દુકાન બંધ પણ કરવી પડી હતી. 2016 સુધી તેનું વેઈટિંગ લિસ્ટ લાંબુ લચક પહોંચી ગયું હતું. પરંતુ લોકોએ પોતાનુ નામ જોડવાનું બંધ ન કર્યું. આશ્ચર્યની વાત એ છે કે, તેનો વેઈટિંગ પીરિયડ દુનિયાભરના અનેક રેસ્ટોરન્ટમાં જોવા મળે છે. 

  •  
  • સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news