Animals: પોતાના જ બચ્ચાં અને પાર્ટનરને ખાઈ જાય આ પ્રાણીઓ

10 વિચિત્ર પ્રાણી

દુનિયામાં ઘણા એવા પ્રાણી હોય છે જે પોતાના જ બાળકો અને પાર્ટનરને ખાઈ જતા હોય છે. આજે તમને 10 આવા પ્રાણીઓ વિશે જણાવીએ.

હેમ્સ્ટર

ઉંદર જેવા દેખાતા આ પ્રાણી ખતરનાક કારણથી ઓળખાય છે. કહેવાય છે કે આ માદા જો તનાવગ્રસ્ત હોય તો પોતાના જ બાળકને ખાઈ જાય છે.

સેન્ડ ટાઈગર શાર્ક

જન્મ પછી જ નહીં પરંતુ ગર્ભમાં હોય ત્યારે જ આ પ્રાણી પોતાનાથી નબળા ભાઈ બહેનોને ખાવાની શરૂઆત કરી દે છે.

પ્રેઇંગ મૈંટિસ

માદા પ્રેઈંગ મૈંટિસ સંભોગ પછી પોતાના પાર્ટનરને ખાઈ જાય છે. તે સૌથી પહેલા તેનું માથું કાપે છે.

બ્લેક વિડો સ્પાઈડર

બ્લેક વિડો સ્પાઈડર સંભોગ પછી પોતાના નર પાર્ટનરે ખાઈ જાય છે.

ગપ્પી

નાનકડી આ માછલી દેખાવામાં સુંદર લાગે છે પરંતુ તે ઈંડા આપ્યા પછી ઘણીવાર પોતાના જ બચ્ચાને ખાઈ જાય છે.

દેડકા

દેડકાની કેટલીક પ્રજાતિ તેના ઈંડા ખાવા માટે પ્રખ્યાત છે.

ડૈડપોલ

જંગલમાં થતી ડૈડપોલની કેટલીક પ્રજાતિ પોતાના જ નાના ભાઈ-બહેનોને ખાઈ જાય છે.

ઉંદર

માદા ઉંદરને સ્ટ્રેસમાં હોય તો માદા પોતાના બચ્ચાને ખાઈ જાય છે.

સિંહ

જંગલમાં આલ્ફા સિંહ વર્ચસ્વ સ્થાપિત કરવા માદા સિંહના બચ્ચાને મારી પણ શકે છે અને ખાઈ પણ જાય છે.

ડિસ્કસ માછલી

ડિસ્કસ માછલીને જો જોખમ જણાય તો તેના બચ્ચા કે ઈંડાને ખાઈ જાય છે