આ વખતની આઈપીએલ સીઝનમાં દિનેશ કાર્તિક છેલ્લી 5 ઓવરોમાં ઘાતક સાબિત થયો છે. તેનો સ્ટ્રાઈક રેટ 228.57નો રહ્યો છે.
આરસીબી માટે આઈપીએલ 2024માં દિનેશ કાર્તિકે ડેથ ઓવર્સમાં કુલ 208 રન કર્યા છે.
બીજુ નામ મુંબઈ ઈન્ડિયન્સના વિસ્ફોટક બેટર ટિમ ડેવિડનું છે. તેણે છેલ્લી 5 ઓવર્સમાં 181.42 સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે.
ટિમ ડેવિડ આ મામલે દિનેશ કાર્તિકથી માત્ર 3 રન દૂર છે. તેણે આ સીઝનમાં ડેથ ઓવર્સમાં 205 રન કર્યા છે.
DC ના ટ્રિસ્ટન સ્ટબ્સ IPL 2024માં એક પછી એક તાબડતોડ ઈનિંગ રમતો જોવા મળ્યો છે. તે આ મામલે ટોપ 3માં છે.
RR વિરુદ્ધ 41 રનની ઈનિંગ ખેલ્યા બાદ તેણે આ સીઝનની છેલ્લી 5 ઓવરમાં કુલ 202 રન કર્યા છે.
આ લિસ્ટમાં સ્ટબ્સનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ છે. છેલ્લી 5 ઓવરમાં તેનો સ્ટ્રાઈક રેટ 252.50 નો રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સના નિકોલસ પૂરને 172.38ની સ્ટ્રાઈક રેટથી છેલ્લી 5 ઓવરમાં 181 રન કર્યા છે.
વિસ્ફોટક બેટર હેનરિક ક્લાસેને આ સીઝનમાં છેલ્લી 5 ઓવરોમાં 23.014ની સ્ટ્રાઈક રેટથી 168 રન કર્યા છે.