Kitchen Vastu: રસોડામાં આ 5 વસ્તુને ક્યારેય ખુટવા ન દેવી, કરોડપતિ પણ બની જાય કંગાળ

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રમાં રસોડાને મહત્વનું માનવામાં આવ્યું છે. રસોડાના વાસ્તુની અસર પરિવાર પર થાય છે.

રસોડાના દોષ

રસોડામાં વાસ્તુ દોષ હોય તો કરોડપતિ પરિવાર પણ કંગાળ થઈ જાય છે. જેથી તમારે સાચવવાની જરૂર છે.

માતા લક્ષ્મી નારાજ

રસોડામાં જો કેટલીક ભુલ થાય તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાંથી બરકત જતી રહે છે.

5 મહત્વની વસ્તુ

ખાસ તો રસોડાની 5 એવી વસ્તુઓ છે જેને ખાલી થવા દેવી નહીં. આ વસ્તુઓ ખાલી થાય તે પહેલા જ નવી લઈ લેવી જોઈએ.

લોટ

રસોડામાં લોટ ક્યારેય ખાલી થવો જોઈએ નહીં. લોટના ડબ્બા ખાલી હોય તો ધન-સંપત્તિ અને સમ્માન ઘટે છે.

ચોખા

ચોખા ખુટી જાય તો શુક્ર અને ચંદ્ર નબળો પડે છે. તેવામાં ઘરમાં ગરીબી વધે છે. પતિ-પત્ની વચ્ચે ક્લેશ થાય છે.

હળદર

રસોડામાં હળદર પણ ખાલી થાય તે પહેલા નવી લઈ લેવી જોઈએ. હળદર ખાલી થઈ જાય તો દુર્ભાગ્ય વધે અને પ્રગતિ અટકી જાય છે.

તેલ અને મીઠું

રસોડામાં તેલ અને મીઠું ખાલી થઈ જાય તો શનિ દેવ નારાજ થાય છે. તેનાથી જીવનમાં કષ્ટ વધે છે.