Smoking છોડતા જ 20 મિનિટની અંદર શરીરને મળે છે આ મોટો ફાયદો

ધૂમ્રપાન

જ્યારે તમે ધૂમ્રપાન છોડો ત્યારે ગણતરીની મિનિટમાં સ્વાસ્થ્ય લાભ મળવાનું શરૂ થઈ જાય છે. સર્જન જનરલ અનુસાર ધૂમ્રપાન બંધ કરવાની પહેલી કલાકમાં તમારા શરીરમાં શારીરિક સુધાર શરૂ થઈ જાય છે.

યાદ રાખો આ વાત

તમારા શરીરને ધૂમ્રપાનના હાનિકારક પ્રભાવમાંથી બહાર આવતા સમય લાગે છે, પરંતુ સિગારેટ છોડ્યા બાદ તમે શારીરિક લાભનો અનુભવ કરવાનું શરૂ કરી દેશો.

ધૂમ્રપાનથી દૂર રહેશો તો

દરરોજ જ્યારે તમે ધૂમ્રપાન મુક્ત રહેશો તો તમારા શરીરમાં વધુ સકારાત્મક પ્રભાવ જોવા મળશે.

જ્યારે તમે સિગારેટ છોડવાનો નિર્ણય કરો તો 20 મિનિટમાં તેનો ફાયદો મળવાનું શરૂ થઈ જશે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જશે.

તમારા હાર્ટના ધબકારા અને બ્લડ પ્રેશર સામાન્ય શરૂ થઈ જાય છે અને તમારા હાથ અને પગમાં સર્કુલેશનમાં સુધાર થવાનું શરૂ થઈ જાય છે.

તમે કાયમ માટે વ્યસ્ન છોડી દેશો તો તમારા શરીરને જોરદાર લાભ મળશે.

ધૂમ્રપાન છોડવાની 12 કલાકની અંજર તમારા લોહીમાં કાર્બન મોનોઓક્સાઇડનું સ્તર ઘટી જાય છે, અને લોહીમાં ઓક્સીજનનું સ્તર સામાન્ય સુધી વધી જાય છે.

જ્યારે તમે ધૂમ્રપાન કરો છો તો તે તંત્રિકાને નુકસાન પહોંચાડે છે, જે સ્વાદ અને ગંધ માટે મહત્વપૂર્ણ છે. ધૂમ્રપાન મુક્ત થવાના બીજા દિવસ સુધી નસો સ્વંય સારવાર કરવાનું શરૂ કરી દેશે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.