સફેદ, કાળી કે લાલ થઈ રહી છે તમારી જીભ? ચેતી જજો, આ બીમારીઓનો હોઈ શકે ખતરો

જીભ

જીભનો ઉપયોગ બોલવા, ચાવવા, પીવા અને ટેસ્ટ કરવા માટે થાય છે.

જીભનો રંગ

ધ સનના એક રિપોર્ટ પ્રમાણે રિંગવે ડેન્ટલના ડોક્ટર સ્ટીફન ડોડે જણાવ્યું કે આપણી જીભનો રંગ આપણી હેલ્થ વિશે જણાવે છે.

પીળી જીભ

ડોક્ટર સ્ટીફન ડોડ પ્રમાણે ખરાબ ઓકલ હાઇજીનને કારણે જીભ પીળી થાય છે. આ સિવાય સ્મોકિંગ, દારૂનું સેવન, કોફી અને બ્લેક ટી પીવાથી આવું થાય છે.

ગ્રીન જીભ

ડોક્ટર પ્રમાણે રેગુલર બ્રશ અને જીભની સઆઈ ન કરવાથી જીભમાં બેક્ટીરિયા અને ફંગલ ઈન્ફેક્શન થાય છે. જેનાથી આપણી જીભનો કલર લીલો થવા લાગે છે.

સફેદ કે ગ્રે

ડિહાઇડ્રેશન અને એનીમિયાને કારણે તમારી જીભનો રંગ ગ્રે કે સફેદ હોઈ શકે છે.

કાળી જીભ

ખરાબ ઓરલ હાઇજીન, સ્મોકિંગ અને અન્ય દવાનું સેવન કરવાથી તમારી જીભનો રંગ કાળો થઈ શકે છે.

બ્લુ જીભ

અસ્થમા, બ્લડ વેસલ્સ ડિઝીસ, કિડનીના રોગ અને સેપ્સિસની સમસ્યાને કારણે જીભનો રંગ બ્લુ હોઈ શકે છે.

નારંગી

ખરાબ બ્લડ સર્કુલેશન અને હાર્ટ રોગને કારણે ઘણાની જીભ નારંગી થઈ જાય છે.

લાલ જીભ

ડોક્ટર પ્રમાણે વિટામિન બીની કમીને કારણે તમારી જીભનો રંગ લાલ થઈ જાય છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.