Hemoglobin: આ 8 ફુડ ખાતા હોય તેના શરીરમાં ક્યારેય ન ઘટે હિમોગ્લોબિન

હિમોગ્લોબિન

શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો થાક, નબળાઈ અને ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે.

પાલકની ભાજી

પાલકની ભાજી નિયમિત ખાવાથી શરીરમાં આયરન વધે છે. તેનાથી હિમોગ્લોબિન ઘટતું નથી.

ડ્રાયફ્રુટ

બદામ, કાજૂ, મગફળી ખાવાથી શરીરને વિટામીન બી 12 અને ફોલિક એસિડ મળે છે. તેનાથી શરીરમાં લાલ રક્ત કોશિકા વધે છે.

ખાટા ફળ

સંતરા, લીંબુ, મોસંબી જેવા ખાટા ફળને રોજ ડાયટમાં સામેલ કરવાથી પણ આયરન વધે છે.

ઈંડાની જર્દી

ઈંડા પ્રોટીન સાથે આયરનનો પણ સારો સોર્સ છે. ઈંડાની જર્દીમાં આયરન વધારે હોય છે.

માંસાહાર

રેડ મીટ, ચિકન અને ફીશમાં આયરન ભરપુર માત્રામાં હોય છે. તે શરીરમાં આયરન વધારે છે.

દ્રાક્ષ

કાળી દ્રાક્ષ શરીરમા લાલ રક્ત કોશિકાના ઉત્પાદનમાં વધારો કરે છે.

બીટ

બીટ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

ખજૂર

ખજૂરમાં આયરન અને ફોલેટ સૌથી વધુ હોય છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.