કમોસમી વરસાદનો માર પડ્યા છતાં ખેડૂતોની હિંમત ન હારી, મબલખ વાવેતર કર્યું

રાજ્યમાં ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડ્યા છતાં પુષ્કળ વાવેતર થયું છે. આંકડા કહે છે કે, રાજ્યમાં 121 ટકા જેટલું મબલખ વાવેતર થયું છે. ગત વર્ષ કરતા વધુ 9.97 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. રાજ્યમાં કુલ 37.97 લાખ હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે. ઘઉંનું વાવેતર 139 ટકા, મકાઇનું વાવેતર 122 ટકા, ચણાનું વાવેતર 170 ટકા, કઠોળ પાકનું વાવેતર 129 ટકા, જીરૂનું 140 ટકા. ડુંગળીનું 102 ટકા, શાકભાજીનું 101 ટકા વાવેતર થયું છે.

Trending news