Instagram ની આ દમદાર ટ્રિક્સ જાણી લેજો, વીડિયો વાયરલ કરશો તો વટ પડી જશે!

Instagram Tricks for Users: ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સ માટે અવારનવાર નવા નવા ફિચર્સ લઈને આવતુ હોય છે. તેની અવનવી ટ્રિક્સ પણ યુઝર્સે જાણવાની જરૂર છે. તો તમે સરળતાથી કરી શકશે ઈસ્ટાને ઈન્જોય.

Instagram ની આ દમદાર ટ્રિક્સ જાણી લેજો, વીડિયો વાયરલ કરશો તો વટ પડી જશે!

Instagram Tricks: શું તમે પણ એક ઈન્સ્ટાગ્રામ યુઝર્સ છો? તો તમારે પણ આ ટ્રિક્સ ચોક્કસથી જાણવાની જરૂર છે. કારણકે, ઈન્સ્ટાગ્રામ પર અડધાથી ઉપરના લોકોને તેના ફિચર્સ અને અવનવી ટ્રિક્સ વિશે ખ્યાલ નથી હોતો. જેને કારણે એ લોકો ઈન્સ્ટાગ્રામનો પુરી રીતે ઉપયોગ કરી શકતા નથી. જો તમે મનભરીને ઈન્સ્ટાને ઈન્જોય કરવા માંગતા હોવ તો બીજા કામો સાઈડમાં મુકીને અડધો કલાકમાં આ વસ્તુ પહેલાં શીખી લેજો. ઈન્સ્ટાગ્રામની આ ટ્રિક્સ જાણ્યા પછી તમારા ઘણા કામ સરળ થઈ જશે, દરેક યુઝરે તેના વિશે જાણવું જોઈએ.

જો તમે પણ એક ઈન્સ્ટા યુઝર હોવ તો તમારે પણ આ એક્ટિવિટી અંગે જાણવું જોઈએ. ઘણી વખત એવું બને છે જ્યારે તમારે કોઈ કામ ઝડપથી કરવું પડે છે, આવી સ્થિતિમાં તમારે કેટલીક પદ્ધતિઓ જાણવી જોઈએ, જેથી ઓછા ટાઈમમાં વધુ સારી રીતે કામ થઈ શકે. આ આર્ટિકલમાં ઈન્સ્ટા અંગે એવી જ કેટલીક ટિપ્સ જણાવવામાં આવી છે.  

1.મ્યુટ મેસેજઃ
Instagram માં તમારા એકાઉન્ટમાં ફીડના ઉપરના જમણા કોર્નર પર મેસેજ આયકન પર ક્લિક કરો
તમે જે એકાઉન્ટને મ્યૂટ કરવા માંગો છો તેમાંથી એક મેસેજ સિલેક્ટ કરો
સ્ક્રીનની ટોચ પર તેમના પ્રોફાઇલ નામ સિલેક્ટ કરી તેના પર ક્લીક કરો
મેસેજ મ્યૂટ કરવા, કૉલ મ્યૂટ કરવા અથવા બંનેને પસંદ કરો

2. તમારી લાઈક કરેલી પોસ્ટ્સ જુઓ-
તમે જોયેલી અને લાઈક કરેલી તસવીરોની સંખ્યા આ રીતે જાણી શકાશે

તે કેવી રીતે કરવું:
તમારી પ્રોફાઇલ પર જાઓ
ઉપરના જમણા કોર્નરમાં હેમબર્ગર મેનૂ ખોલો
તમારી એક્ટિવિટી પર ટેપ કરો
પસંદ પર ટેપ કરો
હવે તમે ફરીથી જોવા માંગો છો તે કોઈપણ ફોટો અથવા વિડિઓ પર ક્લિક કરો

3. સર્ચ હિસ્ટ્રી ક્લિયર કરો:
જો તમે Instagram પર કોઈ એકાઉન્ટ સર્ચ કરો છો અને તે એકાઉન્ટ સર્ચ અનુમાનોમાં દેખાય તેવું ઈચ્છતા નથી, તો તમે સર્ચ હિસ્ટ્રી ક્લિયર કરી શકો છો.

તે કેવી રીતે કરવું:
તમારી પ્રોફાઇલ પર જાઓ
ઉપરના જમણા કોર્નરમાં હેમબર્ગર મેનૂ ખોલો
તમારી એક્ટિવીટી પર ટેપ કરો
હાલમાં જ જે સર્ચ કર્યું હોય તેના પર ટેપ કરો
ક્લિયર ઓલ પર ક્લિક કરો અને પુષ્ટિ કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news