મારુતિ વેગનઆર કે પછી ટાટા ટિયાગો...ઓછા બજેટમાં કઈ કાર લેવી જોઈએ? આ વિગતો ખાસ જાણો

Maruti Wagon R Vs Tata Tiago- Price, Features & Specs: મારુતિ સુઝૂકી વેગન આર અને ટાટા ટિયાગો, આ બંને એન્ટ્રી લેવલ હેચબેક કાર છે. બંનેની કિંમત લગભગ સરખી છે. આવામાં અનેક લોકો કન્ફ્યૂઝ થઈ શકે છે કે વેગનઆર ખરીદવી કે પછી ટિયાગો.

મારુતિ વેગનઆર કે પછી ટાટા ટિયાગો...ઓછા બજેટમાં કઈ કાર લેવી જોઈએ? આ વિગતો ખાસ જાણો

Maruti Wagon R Vs Tata Tiago- Price, Features & Specs: મારુતિ સુઝૂકી વેગન આર અને ટાટા ટિયાગો, આ બંને એન્ટ્રી લેવલ હેચબેક કાર છે. બંનેની કિંમત લગભગ સરખી છે. આવામાં અનેક લોકો કન્ફ્યૂઝ થઈ શકે છે કે વેગનઆર ખરીદવી કે પછી ટિયાગો. વેગનઆરની સાથે તમને મારુતિનું મોટું આફ્ટર સેલ સર્વિસ નેટવર્ક અને સારી માઈલેજનો ભરોસો મળતો હોય છે. જ્યારે બીજી બાજુ ટિયાગો છે જ્યાં તમને ટાટાની સેફ્ટી અને ઠીક ઠીક માઈલેજ ઓફર કરવામાં આવે છે. હવે તમારે બંનેમાંથી કઈ કાર ખરીદવી તેનો નિર્ણય તો તમારે જ કરવાનો રહેશે પરંતુ અમે તમને તેની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વગેરે ચોક્કસપણે જણાવીશું. 

કિંમત
મારુતિ વેગનઆરની પ્રાઈસ રેન્જ 5.54 લાખ રૂપિયાથી માંડીને 7.42 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી છે. જ્યારે ટાટા ટિયાગોની પ્રાઈસ રેન્જ 5.60 લાખ રૂપિયાથી 8.20 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી છે. આ બંને કાર 5 સીટર છે. પરંતુ તેમાં મારુતિ વેગનઆર વધુ સ્પેસિયસ ફીલ થાય છે કારણ કે તે ટોલબોલ ડિઝાઈનમાં આવે છે. 

એન્જિન
મારુતિ વેગનઆરમાં બે પેટ્રોલ એન્જિન ઓપ્શન- 1 લીટર પેટ્રોલ (67 પીએસ અને 89 એનએમ) તથા 1.2 સીટર પેટ્રોલ (90 પીએમ અને 113 એનએમ) મળે છે. તેના નાના એન્જિન સાથે સીએનજી કિટ ઓપ્શન પણ મળે છે. સીએનજી પર તે 57 પીએસ અને 82.1 એનએમ જનરેટ કરે છે. 

આ સાથે સીએનજીમાં ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. જ્યારે પેટ્રોલ એન્જિન સાથે 5 સ્પીડ મેન્યુઅલ તથા 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળે છે. તે પેટ્રોલ પર 25.19kmpl અને સીએનજી પર 34.05kmpkg સુધીની માઈલેજ ઓફર કરી શકે છે. 

જ્યારે ટાટા ટિયાગોમાં એક જ 1.2 લીટર પેટ્રોલ એન્જિન (86 પીએમ/113એનએમ) ઓપ્શન આવે છે. આ સાથે જ સીએનજીનો વિકલ્પ પણ મળે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયરબોક્સની ચોઈસ મળે છે. 

સીએનજી પર એન્જિન 73 પીએસ જનરેટ કરે છે. ટાટા ટિયાગોના સીએનજીમાં તમને 5 સ્પીડ મેન્યુઅલની સાથે સાથે એએમટીનો વિકલ્પ પણ મળવા લાગ્યો છે. તે પેટ્રોલ પર 19kmpl અને સીએનજી પર 26.49kmpkg સુધીની માઈલેજ ઓફર કરી શકે છે. 

ફીચર્સ
વેગનઆરમાં 7 ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4 સ્પીકર મ્યૂઝિક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો અને ફોન કંટ્રોલ્સ, 14 ઈંચ અલોય વ્હીલ, ડ્યૂલ ફ્રન્ટ એરબેગ, ઈબીડીની સાથે એબીએસ,રિયર પાર્કિંગ સેન્સર અને એએમટી મોડલમાં હિલ હોલ્ડ આસિસ્ટ જેવા ફીચર્સ છે. 

જ્યારે ટિયાગોમાં 7.0 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 8 સ્પીકર હાર્મન સાઉન્ડ સિસ્ટમ, ઓટોમેટિક એસી, કૂલ્ડ ગ્લવબોક્સ એએમટી વેરિએન્ટમાં ધારાના ફીચર્સ તરીકે ક્રીપ ફંક્શન અને સ્પોર્ટમોડ, 15 ઈંચ અલોય વ્હીલ્સ, ડ્યૂલ ફ્રન્ટ એરબેગ, રિયર પાર્કિંગ સેન્સર, ઈબીડી સાથે એબીએસ અને કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ છે. 

સેફ્ટી
ટિયાગોને GNCAP ક્રેશ ટેસ્ટમાં 4 રેટિંગ મળ્યું છે. પરંતુ આમ છતાં તે ગ્રાહકો વચ્ચે પોતાની પક્કડ જમાવી શકી નથી. તેની સરખામણીમાં વેગનઆર ખુબ વેચાય છે. વેગનઆર સામાન્ય રીતે ટોપ 3 બેસ્ટ સેલિંગ કારમાં સામેલ રહેતી હોય છે. જો કે વેગનઆરને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં ફક્ત 1 સ્ટાર રેટિંગ મળેલું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news