2022 KTM RC 390: કેટિએમ ઇન્ડિયાએ લોન્ચ કર્યું નવુ મોડલ, નવા ફિચર્સ સાથે એકદમ અલગ દેખાય છે બાઈક

2022 KTM RC 390: ભારતમાં KTM RC 390 લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ નવા મોડલના લુકમાં ફેરફાર કરવાની સાથે બાઈકને નવો કલર અને સાઈડ ફેરિંગની નવી ડિઝાઈન સાથે રજૂ કરવામાં આવી છે.

2022 KTM RC 390: કેટિએમ ઇન્ડિયાએ લોન્ચ કર્યું નવુ મોડલ, નવા ફિચર્સ સાથે એકદમ અલગ દેખાય છે બાઈક

2022 KTM RC 390: કેટીએમ ઇન્ડિયાએ ભારતમાં 2022 મોડલ KTM RC 390 લોન્ચ કર્યું છે. બજાજ ઓટોની પેટા કંપની કેટીએમે આ નવા મોડલની એક્સશોરૂમ કિંમત 3.14 લાખ રૂપિયા છે. કેટીએમના આ નવા મોડલના લૂક અને ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે આ બાઈક એકદમ અલગ દેખાઈ રહ્યું છે અને દાવો કરવામાં આવ્યો છે કે KTM RC 390 નું પ્રદર્શન પહેલા કરતા જોરદાર છે.

KTM RC 390 સાથે નવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે જે ગ્લોબલ મોડલમાંથી લેવામાં આવ્યા છે. આ ફિચર્સમાં નવી ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ, કોર્નરિંગ એબીએસ, ક્વિકશિફ્ટર, ટીએફટી ડિસ્પેલ અને મલ્ટીફંક્શનલ સ્વિચગિયર સામલે છે. બાઈક સાથે બીએસ6 અનુરૂપ 373 સીસી સિંગલ-સિલેન્ડર, લિક્વિડ-ફૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આ એન્જિન 9000 આરપીએમ પર 42.9 બીએચપી તાકાત અને 7000 આરપીએમ પર 37 એનએમ પીક ટોક જનરેટ કરે છે. ભારતમાં KTM RC 390 ની સરખામણી કાવાસાકી નિંઝા 300 અને TVS અપાચે RR310 થી કરવામાં આવી રહી છે.

KTM RC 390 ના આગળના ભાગમાં એલઇડી લાઈટ આપવામાં આવી છે. નવા હેડલેમ્પ સાથે એલઇડી ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ રિયર વ્યૂ મિરર્સ લગાવ્યા છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલી KTM RC 200 સ્પોર્ટ બાઈકમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. આ ઉપરાંત બાઈકને નવો કલર અને સાઈડ ફેરિંગની નવી ડિઝાઈન સાથે રજૂ કરવામાં આવી છે. KTM RC 390 સાથે 13.7 લીટરની પેટ્રોલ ટેંક અને ફરી ડિઝાન કરવામાં આવેલો પાછળનો ભાગ પણ મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news