Harley-Davidson એ પોતાની બીજી સૌથી પાવરફુલ બાઈક ભારતમાં લોન્ચ કરી, જાણો કિંમત અને ફીચર્સ

Harley-Davidson એ પોતાની બીજી સૌથી પાવરફુલ બાઈક ભારતમાં લોન્ચ કરી, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ હાર્લી-ડેવિડસન(Harley-Davidson)એ ભારતમાં સ્પોર્ટસ્ટર S(Sportster S) બાઈક લોન્ચ કર્યું છે. અમેરિકન મોટરસાઈકલ કંપનીની નવી બાઈકની એક્સ-શોરૂમ કિંમત 15.51 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Pan America 1250 પછી આઈકોનિક અમેરિકન બ્રાન્ડ દ્વારા આ વર્ષે આ બીજું લોન્ચિંગ છે. હાર્લી-ડેવિડસને આ વર્ષે જુલાઈમાં વૈશ્વિક સ્તરે સ્પોર્ટસ્ટર એસ રજૂ કરી હતી. હવે ભારતમાં આ મોટરસાઈકલ આવી ગઈ છે. તેને તાજેતરમાં ઈન્ડિયા બાઇક વીક 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે Pan America પછી બ્રાન્ડની લાઇનઅપમાં બીજી સૌથી શક્તિશાળી મોટરસાઇકલ છે.

No description available.કલર ઓપશન-
આ બાઈક ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે - વિવિડ બ્લેક, સ્ટોન વૉશ વ્હાઇટ પર્લ અને મિડનાઇટ ક્રિમસન. Hero MotoCorpના હાર્લી-ડેવિડસન બિઝનેસ યુનિટના પ્રમુખ, રવિ અવલુરે જણાવ્યું કે, “સ્પોર્ટસ્ટર મોડલ એ પાયો છે જેના પર ભારતમાં હાર્લી-ડેવિડસન બ્રાન્ડનું નિર્માણ થયું હતું. નવા પેન અમેરિકા 1250 સાથે, સ્પોર્ટસ્ટર એસ હાર્લી-ડેવિડસનના ઉત્પાદ પોર્ટફોલિયોને મજબુત બનાવશે. અને ભારતીય ગ્રાહકોના વિશાળ સ્પેક્ટ્રમની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

No description available.એન્જીન અને પાવર-
સ્પોર્ટસ્ટર એસમાં હાર્લી-ડેવિડસનનું રિવોલ્યુશન મેક્સ એન્જીન આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ પેન અમેરિકા 1250 બાઇકમાં પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. આ બાઇક ભારતમાં પહેલાથી જ વેચાણ માટે ઉપલબ્ધ છે. આ એક 1252cc લિક્વિડ-કૂલ્ડ, V-ટ્વીન એન્જીન છે જે સ્પોર્ટસ્ટર એસ સાથે થોડું અલગ રીતે ટ્યુન કરવામાં આવ્યું છે. આ મોટરસાઇકલમાં આ એન્જીન 119 BHPનો પાવર અને 114 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

No description available.ફીચર્સ-
Harley-Davidson Sportster S મોટરસાઇકલમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે 4-ઈંચ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 6-એક્સિસ IMU, ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ ABS, રાઇડ મોડ, ક્રૂઝ કંટ્રોલ, TMPS અને ફુલ-LED લાઇટિંગ જેવી સુવિધાઓ છે.સસ્પેન્શન અને બ્રેકિંગ-
સસ્પેન્શન માટે, હાર્લી-ડેવિડસનના આગળના ભાગમાં સંપૂર્ણપણે એડજસ્ટેબલ યુએસડી ફોર્ક અને પાછળના ભાગમાં મોનો-શોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. બ્રેકિંગ બ્રેમ્બો 4-પિસ્ટન રેડિયલ કેલિપર્સ સાથે 320 mm ફ્રન્ટ રોટર અને 2-પિસ્ટન બ્રેમ્બો કેલિપર્સ સાથે 260 mm પાછળના રોટર આપવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news